Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વીજળીકરણની બાબતમાં ગુજરાત ૧૪ રાજયો કરતા પાછળઃ સરકારનો દાવો અંધારામાં!

રાજય સરકારને સતાવાર આંકડાઓ સાથે ઝાટકો આપતા ડો.મનીષ દોશી : કોંગી રાજમાં દર વર્ષે ૧૦૦૦૦/ અજવાળા પથરાતાં, મોદી રાજમાં માત્ર ૪૮૧૩ ગામોમાં

અમદાવાદ, તા.૧૬: કેન્દ્રની કોંગ્રેસ સરકારે સમગ્ર દેશમાં વીજળીકરણ માટે કરોડો રૂપિયા આયોજન પૂર્વક ખર્ચ કરતાં ૧૦ વર્ષમાં ૧૪ રાજયોમાં ૧૦૦% અને ૧૪ રાજયોમાં ૯પ% કરતાં વધુ ગ્રામ્ય વીજળીકરણ પૂર્ણ થયુ હતું. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને ઉર્જા મંત્રીશ્રી સતત દાવાઓ કરતા હતા હતે ગુજરાતમાં ૧૮,૦૦૦/ ગામોમાં સંપૂર્ણ વીજળીકરણ થઇ ગયું છે. હકીકતમાં નીતિ આયોગના અહેવાલમા૦ સ્તષ્ટપણે જણાવેલ છે કે ગુજરાતમાં ૧૦૦% ગ્રામ્ય વીજળીકરણ વર્ષ ૨૦૧૪માં પૂર્ણ થયું છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે રાજીવ ગાંધી વિદ્યુતિકરણ યોજના હેઠળ ગુજરાતને ૧૦ વર્ષમાં પપ,૦૦૦/ કરોડ રકમ જેટલી માતબર રકમ વિજળીકરણ માટે ફાળવવામાં આવી હતી ત્યારે ગુજરાતની ૬ કરોડ જનતાને ખોટી વિગત આપનાર તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ઉર્જા મંત્રીશ્રીએ નીતિ આયોગના અહેવાલ અંગે સત્ય જણાવવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકારે ૨૬ મે ર૦૧૪માં સત્તા સંભાળી તે સમયે દેશના કુલ ૬,૪૯,૮૬૭ ગામોમાંથી માત્ર ૧૮,૪પ૨ ગામમાં વીજળીકરણ બાકી હતું. એટલે કે દેશમાં ૯૭% ગામોમાં વીજળીકરણની કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી. આઝાદી પછી કોંગ્રેસના શાસનમાં સરેરાશ દર વર્ષે ૧૦,૦૦૦ ગામોમાં વીજળીકરણની કામગીરી કરવામાં આવી હતી જયારે મોદી શાસનના ચાર વર્ષના શાસનમાં માત્ર ૪,૮૧૩ ગામમાં જ વીજળીકરણની કામગીરી કરવામાં આવી છે.વર્ષ ર૦૦પ-૨૦૦૬માં રાજયમાં ૧૦૦% ગામોમાં જયોતિગ્રામના નામે સંપુર્ણ વીજળીકરણ થયાની જાહેરાત તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામના હસ્તે કરવામાં આવી. ત્યારે નીતિ આયોગના અહેવાલ મુજબ વર્ષ ૨૦૦૫-૨૦૦૬ સુધીમાં ગુજરાતમાં ૯૯.૧૩% ગ્રામ્ય વીજળીકર થયું હતું. જયારે દેશમાં અન્ય ૧૨ રાજયોમાં ૧૦૦% ગ્રામ્ય વીજળીકરણની કામગીરી કરવામાં આવી હતી. તેમ ો. મનીષ દોશી જણાવે છે. (૨૩૧૧)

(4:07 pm IST)