Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વલસાડના હનુમાન ભાગળા વિસ્તારમાં ઔરગાના પાણી ઘુસ્યા:અનેક વિસ્તારોમાં પાણી ભરાયા :NDRF ની ટીમ મદદે

વલસાડમાં ઔરંગા નદીનુ જળસ્તર ફરી વધી રહ્યુ છે. નદીમાં પાણીનું લેવલ વધતા વલસાડના હનુમાન ભાગળા વિસ્તારમાં ઔરગાના પાણી ઘુસ્યા છે. પીચિંગ પરથી પાણી ફરી વળતા એનડીઆરએફની ટીમ રાહત કામગીરી માટે પહોંચી હતી. પાણીનો પ્રવાહ જે રીતે વધી રહ્યો છે જોતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

વલસાડના કશ્મીરાનગર, હનુમાન ભાગડા  અને કૈલાસ રોડ સહીત અનેક વિસ્તારોમાં નદીના  પાણી ભરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં  એનડીઆરએફની ટીમ તૈનાત  કરાઈ છે.

(1:51 pm IST)