Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પશ્ચિમ વિસ્તારમાં મેમનગર ગુરુકુલથી નીકળેલ જગન્નાથ ભગવાનની નગરયાત્રા ૮૦૦૦ ભાવિકોને શીરા પુરીનો પ્રસાદ પીરસાયો ૩૦૦ જેટલા સ્વયં સેવકોએ ૧૦ કિલોમીટર રસ્તો સાફ કર્યો

અમદાવાદતા. ૧૫ વર્ષાઋતુના પ્રારંભે ભગવાન શ્રી જગન્નાથ પોતાના બહેન સુભદ્રાજી અને મોટા ભાઇ બળભદ્રજી ભૈયા સાથે પોતાના ભકતોને દર્શન અને પૂજનનો લાભ આપવા શહેરમાં પધારે છે.

     પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે અાજે શનિવારે બપોરે ૨ કલાકે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદની ૨૨ ધાર્મિક સંસ્થાઓનો સહકાર મળ્યો હતો. રથયાત્રા પ્રારંભ પહેલા ગુરુકુલ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી રામપ્રિયજી દ્વારા કરાતા વૈદિક વિધિ સાથે ૧૧૧ બહેનોએ ભગવાન શ્રી કૃષ્ણ, બળરામ ભૈયા અને સુભદ્રાબેનને રક્ષા સુત્ર બાંધી પૂજન કર્યુ હતું.

    પ્રારંભમાં ગુરુકુલમાં વિરાજીત જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામ ભૈયાનું દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક વિધિ સાથે ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.

    ત્યારબાદ ઠાકોરજીની આરતિ ઉતાર્યા બાદ સોનાની સાવરણીથી વાળી (પહિંદ વિધિ) પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા પુરાણી ભકિતપ્રકાશદાસ સ્વામીએ તથા શિક્ષણ પ્રધાન ભૂપેદ્રસિંહજી ચુડાસમાએ રથનું દોરડું ખેેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. રથની વ્યવસ્થા માટે ૧૧૦૦ સ્વયં સેવકો રાખવામાં આવ્યા હતા.                                              મેમનગર ગુરુકુલની રાસ મંડળી, શરણાઇ વાદકો, વિવિધ નયન રમ્ય ફલોટ, કળશધારી બહેનો, સંતવૃદના ચાર રથો, ગુરુકુલના પ્રણેતા શાસ્ત્રીજી મહારાજનો રથ વગેરે ૨૨ રથો જોડાયા હતા. ઠેર ઠેર ઠાકોરજીના રથને બહેનો તથા અન્ય ભાવિકો ભકિતભાવથી આરતી ઉતારી પૂજન અર્ચન કરતા હતા.

    રથયાત્રા શહેરમાં ફરી સાંજે સાડા સાત વાગ્યે ગુરુકુલ પહોંચ્યા બાદ સભાના રુપમાં ફેરવાઇ ગયા હતા. સંતો દ્વારા રથમાં બિરાજીત ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ તમામ ભકતોને શીરા પુરીનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો

    રથયાત્રા પ્રસંગે યુ,કે -વિદેશ સત્સંગ પ્રચારાર્થે ગયેલા ગુરુકુલ એસજીવીપીના અધ્યક્ષ ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી રથયાત્રાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણી ભારતીય સંસ્કૃતિ ભવ્ય છે. જ્યાં અનેક ઉત્સવો ઉજવાય છે. જેમાં દર બાર વરસે ભરાતો કુંભમેળો અને દર વરસે ઉજવાતું રથયાત્રા પર્વ શિરમોડ પર્વ છે. જેમાં ભારતના તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો હોંશે હોંશે જોડાતા હોય છે.

    રથયાત્રાનું મહત્વ સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે સમસ્ત વિશ્વ રથ સમાન છે. ભગવાન પોતાની અંતર્યામિ શક્તિથી સંસારરુપી રથ ચલાવે છે. આપણાં જીવનનો રથ ભગવાન ચલાવે છે. આ રથયાત્રાનો દિવસ અનેરો કે તે દિવસે આપણે ભગવાનનો રથ ચલાવીઓ છીએ.

    અા વિશાળ સભાને સંબોધન કરતા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ રથયાત્રાનું મહત્વ સમજાવ્યું હતું અને રથયાત્રામાં જેણે જેણે સેવાઓ કરી હતી તેને બિરદાવ્યા હતા                 

    સામાન્ય રીતે આવી વિશાળ નગરયાત્રા પછી રસ્તાઓ પ્લાસ્ટીકની થેલી, ગ્લાસ, પાણીની બોટલો-પાઉચો, નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે ઢગલાબંધ કચરાથી ઉભરાતા  હોય છે.

    પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી સામાજિક સેવાના અેક ભાગ રુપે આપણું શહેર સ્વચ્છ શહેર એ અભિયાન અંતર્ગત મેમનગર ગુરુકુલના ૩૦૦ જેટલા સ્વયં સેવકોએ નગરયાત્રા પાછળ પાછળ તમામ પ્રકારનો ૧૬ ટ્રક જેટલો કચરો અેકઠો કરી યોગ્ય રીતે બહાર નિકાલ કરવામાં આવેલ.

    પ્રતિ,   આદરણીય તંત્રી શ્રી                                                                           કનુભગત

 

 

(1:40 pm IST)
  • સરકારે ૧૫ જેટલા સેઝ સ્પેશ્યલ ઈકોનોમિ ઝોન અને તેના પ્રોજેકટ પુરા કરવા વધુ એક વર્ષનો સમય આપ્યો છે, જેમા એચડીએસ ફાર્મામેન ૨૦૧૯ સુધીનો સમય ગુજરાતમાં તેના પ્રોજેકટ પુરો કરવા માટે આપવામાં આવેલ છે access_time 4:59 pm IST

  • અમદાવાદ: જીતલ કંસારાની સીઆઇડી ક્રાઈમે કરી ધરપકડ : જીતલ કંસારાએ આબુરોડ પર શરૂ પ્રતિબંધિત દવા પ્રોસેસ કરવાની ચાલુ કરી હતી ફેકટરી : 3 વર્ષ પહેલાં DRIએ પાડયા હતા દરોડા : જીતલ કંસારા હતો વોન્ટેડ: જીતલ કંસારા સામે હત્યાના ગુનામાં ચાલી રહી છે તપાસ access_time 10:05 pm IST

  • વેચાયેલી ખેતીની જમીન પરત માંગતા ખેડૂતો અંગે હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો : કોર્પોરેટ કંપની દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપતા જણાવાયું હતું કે, એક વખત ખેતીની જમીન વેંચાણ કરી દીધા બાદ આવી જમીન પરત મેળવવા માટે ખેડૂતો હક્કદાર રહેતા નથી. કોર્પોરેટ કંપનીઓને ખેતી માટે પોતાની ખેતીની જમીન એકવાર વેચ્યા પછી, ખેડૂતોને સોદાના વેચાણ અને માગને રદ કરવાનો અધિકાર નથી. access_time 1:40 am IST