Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રોટરી કલબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો શપથવિધિ સમારોહ

 (કેતનખત્રી) અમદાવાદઃ રોટરી કલબ ઓફ અમદાવાદ મેજેસ્ટીની ઈન્સ્ટોલેશન સેરેમની (શપથ વિધિ સમારોહ) યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જયપુર થી શ્રી નીરજ સૌંગણી ડીસ્ટ્રીકટ ગવર્નર, ઉપસ્થિત રહ્યા હતા. અને રોટરેકટ કલબની (૧૮ થી ૨૫ વર્ષના બાળકોની કલબ)સ્થાપના કરી કુ. ગ્રીષ્મા અંબાણી પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરી શપથ લેવડાવ્યા હતા.

   ઈન્સ્ટોલેશન ઓફિસર તરીકે જયપુર થી રોટેરીટન શ્રી અજય કાલા એ હાજર રહી રોટેરીયન શ્રી જીજ્ઞેશ જીતેન્દ્ર ગાંધીને રોટરી કલબ ઓફ અમદાવાદ મેજેસ્ટી ના પ્રમુખ પદના શપથ લેવડાવ્યા હતા. સાથે સાથે રોટેરીયન શ્રી મેહુલ પટેલ ને સેક્રેટરીના શપથ તેમજ અન્ય બોર્ડ ઓફ ડિરેકટર્સને પણ શપથ વિધિ કરાવી હતી.

 રોટરી કલબ ઓફ અમદાવાદ મેજેસ્ટીએ તદ્દન નવા સમાજ સેવાના અભિગમ સાથે બ્લાઇન્ડ પીપલ ઈન્ટરેકટ કલબ, અપંગ માનવ મંડળ ઈન્ટરેકટ કલબ, પ્રકાશ (મેન્ટલી રિટાયર્ડ બાળકો) ઈન્ટરેકટ કલબ, ની સ્થાપના કરી. ત્યારબાદ રોટરી કોમ્યુનિટી કલબ (આરસીસી) કલબ કે જે સિનયર સિટીજન દ્વારા ચલાવવામાં આવે છે તેની પણ સ્થાપના કરી જેના પ્રમુખ શ્રી જીતેન્દ્ર ગાંધી તેમજ સેક્રેટરી શ્રી વિજય શાહ ને પદવી સોંપી હતી.

 આ પ્રસંગે રોટેરીયન પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર શ્રી જોયતા ભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ગુપ્તા, શ્રી મોલિન ભાઈ પટેલ, શ્રી આશિષ ભાઈ દેસાઈ એ હાજર રહી પ્રસંગ અનુરૂપ પોતાનું વકતવ્ય વ્યકત કર્યું હતું.  રોટરી કલબ ઓફ અમદાવાદ મેજેસ્ટી એ રોટરી ઇન્ટરનેશનલના ૬ મુખ્ય કમ્યુનિટી પ્રોજેકટ્સ ઉપર કાર્ય કરવાની ગતિ વધારી દીધી સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સમાજ ઉપયોગી તમામ કાર્યમાં જોડાવાની પણ કલબના સર્વ સભ્યોએ ઈચ્છા વ્યકત કરી હતી. કલબના ફર્સ્ટ લેડી શ્રીમતી લીના ગાંધી એ કલબના દરેક સભ્યોને આવકાર્યા હતા.

  ડીસ્ટ્રીકટ ગવર્નર ઇલેકટ શ્રીમતી બીનાબેન દેસાઈએ કલબ દ્વારા પ્રકાશીત ''મન'' (ન્યુઝ પેપરનું વિમોચન) કર્યું હતું. પ્રમુખ શ્રી જીજ્ઞેશ ગાંધી એ કલબ અને તેના સભ્યો ના સહયોગથી ચાર અલગ અલગ નવતર પ્રયોગ થી સમાજ સેવા અને સમાજ જાગૃતિનું વિગત વાર પ્રોજેકટ રિપોર્ટ રજૂ કર્યો હતો . (૪૦.૩)

(12:02 pm IST)