Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વરસાદી સિસ્ટમ્સ સક્રીયઃ ૪૮ કલાક આગાહી

ઓરીસ્સા- છતિસગઢ નજીક હવાનું હળવું દબાણ સર્જાયુઃ આજ રાતથી દેધનાધનવાળીઃ મોનસૂન ટ્રફ પણ સાઉથ પોઝીશનમાં: મધ્યમથી ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૧૬: સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ છવાયો છે. છેલ્લા બે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસી ગયો છે. મેઘાવી માહોલ છવાયેલો છે. દરમિયાન આગામી દિવસોમાં પણ કોઈને કોઈ જગ્યાએ દરરોજ ચાલુ રહેશે. આગામી ૪૮ કલાક  મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઓરિસ્સા- છતિસગઢ નજીક એક હવાનું દબાણ સર્જાયું છે. જેની અસર આજે રાતથી જોવા મળશે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ પડી શકે છે. મોનસૂન ટ્રફ પણ એકસટ્રીમ સાઉથ પોઝીશનમાં છે. જેની અસરથી સમગ્ર મધ્ય ભારત અને ગુજરાતમાં સારો વરસાદ પડશે.

૧૯ જુલાઈના ઉતર બંગાળના ઉપસાગરમાં બીજુ એક હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ૨૩મીથી જોવા મળશે. હાલની પરિસ્થિતિ જોતા ૨૦મી જુલાઈ સુધી મેઘાવી માહોલ યથાવત રહેશે.

ઉલ્લેખનિય છે કે વર્ષે ચોમાસુ મુંબઈ બે દિવસ વહેલું પહોચ્યા બાદ બ્રેક લાગી ગઈ હતી. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસી ગયો છે. જો કે નવી સિસ્ટમ્સ પ્રર્વત થઈ રહી છે. જેની અસરથી સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસી જાય તેવી સંભાવના છે.

(11:45 am IST)