Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વહેલી સવારે અમદાવાદ-મુંબઈ હાઇવે પર કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ભભૂકી

હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા :કન્ટેનરમાં યાર્ન અને આઇસરમાં કેમિકલ હોવાની આશંકા

આજે વહેલી સવારે અમદાવાદ-મુંબઈ હાઇવે પર કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને વાહનોમાં ભીષણ ભભૂકી ઉઠી હતી જાણવા મળ્યા મુજબ આગ ઓવરટેક કરવા જતા બંને વાહનની વચ્ચે ભારે ટક્કર થઇ હતી ત્યારબાદ કેન્ટેનર-આઇસર ટેમ્પો બંનેમાં ભીષણ આગ લાગી હતી

  અકસ્માતથી આઇસર ચાલકને સારવાર અર્થે નવસારીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે કન્ટેનરમાં યાર્ન અને આઇસરમાં કેમિકલ હોવાની આશંકા સેવાઇ રહી છે કીમ ચાર રસ્તા પાસે થયેલા આ અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફાયર બ્રિગેડને જાણ થતાં જ ટીમ સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા માટે કામગીરી હાથધરી હતી.

 સુત્રોના જણાવ્યા પ્રમાણે વાહનોને હાઇવે પરથી હટાવવાની પણ કામગીરી હાથરાઇ છે. સાથે સાથે બાજુના રસ્તા ઉપર ડાયવર્ઝન આપીને ટ્રાફિકને હળવો કરાયો છે

 

 

(11:06 am IST)