Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

નર્મદા ડેમની જળસપાટીમાં 10 કલાકમાં 10 સે,મી,નો વધારો : સપાટી 110.52 મીટરે પહોંચી

ઝડાઓથી વધતી જળસપાટીને કારણે સોમવારથી વીજમથક શરુ થવાના સંજોગો

અમદાવાદ :ઉપરવાસમાં વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 10 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો છે ઉપરવાસમાંથી 18 હજાર 248 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી નર્મદા ડેમની સપાટી 110.52 મીટર થઈ છે.

  જળસપાટી 110.64 મીટર થયા બાદ નર્મદા કંટ્રોલ ઓથોરીટીની સુચના મુજબ વીજમથક શરૂ કરાશે. હાલમાં ડેમમાં 3 હજાર 670.65 MCM પાણીનો જથ્થો છે. સતત થતી પાણીની આવકને પગલે રાજ્ય પરનું જળસંકટ દૂર થયું છે.

સોમવાર બપોરથી IBPT ટનલ બંધ થઈ શકે છે. ઉલ્લેખનીય છે તે ગત 19 ફેબ્રુઆરીથી ડેમના પાણીનો ડેડ સ્ટોરેજ જથ્થો IBPT ટનલ મારફતે વપરાય છે.

(8:10 pm IST)