Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજ્યના 212 તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી : માળિયામાં 16 ઇંચ ખાબક્યો

અમદાવાદ :રાજ્યમાં 32 જિલ્લાના 212 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઇ છે  જૂનાગઢના માળિયા તાલુકામાં સૌથી વરસાદ વરસ્યો છે.માળિયા તાલુકામાં 24 કલાકમાં 15.56 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.ભરૂચના જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ સાથે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી .

 પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગોધરા, હાલોલ, શહેરા સહિતના પંથકમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે ભાવનગરના ગારિયાધારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં છે.

 ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાનું ધામળેજ બંદર બેટમાં ફેરવાતા જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદમાં ઓલપાડમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે ડાંગરની રોપણી કરવામાં આવી રહી છે.

(8:46 pm IST)