Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સબંધો શર્મસાર : પત્ની બહાર જતા સગીર પુત્રીને પીંખી નાખી : ધાકધમકી આપી પિતા ઝુબેર શેખે પાશવી બળાત્કાર ગુજાર્યો

હેવાનિયતનો ભોગ બનેલી સગીરાએ દાદીમાને વાત કરતા સૌ સ્તબ્ધ : નરાધમ પિતાની ધરપકડ : પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો

સુરતના અમરોલી નજીક કોસાડ આવાસમાં રહેતો અને ડ્રાઇવિંગનું કામ કરતા ઝુબેર શેખે તેની 17 વર્ષની સગી દીકરીને પીંખી નાખી હતી વીસેક દિવસ પહેલાં પત્ની બહાર ગઇ હતી.ત્યારે એકલતાનો લાભ લઇ ઝુબેરે દીકરી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. ધાકધમકી આપી દીકરી સાથે કુકર્મ આચર્યુ હતું. પિતાની હવસનો ભોગ બનેલી સગીરા હેબતાઇ ગઇ હતી કોઇને પણ જાણ કરશે તો મારીને ફેંકી દેવાની પણ ધમકી પિતાએ આપી હતી.

 આ અંગે તેણીએ દાદીને વાત કરી હતી, જેને પગલે સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. બનાવ અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ અપાતા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી નરાધમ પિતા ઝુબેર શેખની ધરપકડ કરી હતી.

(9:25 pm IST)