Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

લીંચ ગામમાં 18 વર્ષથી નીચેના કિશોરોને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ !

કેટલાક પ્રેમ પ્રકરણમાં આત્મહત્યાના બનાવો બાદ ગ્રામજનોએ પંચાયતમાં એકત્ર થઈને મંથન કરતા આખરે સરપંચે લીધો નિર્ણય

અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલા લીંચ ગામમાં સરપંચે 18 વર્ષથી નીચેની વયનાં કિશોરોને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મોબાઈલ પ્રતિબંધ લગાવવા પાછળ ગામમાં બનેલી કેટલીક ઘટનાઓને ઘણી જવાબદાર ગણાવી હતી. 

 ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક જ સમાજનાં દૂરનાં ભાઈ, બહેન યુવક અને યુવતીએ પ્રેમમાં આત્મહત્યા કરી હતી. જેનાં કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામનાં લોકોએ પંચાયતમાં એકત્ર થઈને આ ઘટના અંગે મંથન કર્યું હતું અને સરપંચે આખરે આ નિર્ણય લીધો હતો.

  જો કે આ નિર્ણયને ગામનાં યુવક યુવતીઓએ અને તેમનાં વાલીઓએ આવકાર્યો હતો.ત્યારે લીંચ ગામમાં 18 વર્ષથી નીચેનાં યુવક-યુવતીઓ પર આ નિર્ણય થોપી દેવાયો છે. પહેલા તો આ યુવાનોને આ નિર્ણય કડવો લાગતો હતો. પરંતુ થોડોક સમય ગયા બાદ તેમને આ નિર્ણય સારો લાગવા લાગ્યો અને તેમને લાગ્યું કે તેઓ દિવસનાં ઘણાં કલાક મોબાઈલ પાછળ બગાડતાં હતાં. જો કે હાલ તેઓ તે સમય અભ્યાસમાં પસાર કરે છે. હવે આ યુવક યુવતીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.

(11:09 pm IST)