Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ડેડીયાપાડાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધકામ બંધ કરવા જનજાતિ સુરક્ષામંચે આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધકામ બંધ કરવા જનજાતિ સુરક્ષામંચ એ ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

  આવેદન પત્રમા જણાવ્યા મુજબ નર્મદા જીલ્લો એ પાંચમી અનુસુચી અને પેસા એક્ટ નિયમઅંર્તગત લાગુ પડે છે. તેમછતા સાબુટી ગામે અન્ય ધર્મના લોકો દ્વારા હાલ ચર્ચનું બાંધકામ કરી રહ્યા છે. આ આદિવાસી ગામો છે, આ ગામમાં એક પણ ખ્રિસ્તી નથી. તે છતા ખ્રિસ્તીઓ દ્રારા બાહરથી આવી ચર્ચ બનાવવામાં આવે છે. જે આ ગામમાં ચર્ચ બની જશો તો ગામની અખંડીતા અને એકતા પર અસર થશે.અને ગામમાં ઝગડાનું વાતાવરણ ઉભું થશે. અમારી પરંપરા અને સંસ્કૃતીનું દહન થશે સાથે આ ચર્ચ બની જશે તો રાષ્ટ્ર વિરોધી ગતિ વિધિ ચાલુ થઈ જશે. તેવી અમને ભીતી છે. અને રાષ્ટ્ર્ર વિરોધી ગતિને બળ મળશે,માટે સરકારના વર્ષ ૨૦૧૧ના ધમાંન્તરણના કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તેમ છતા આ ચર્ચ નું કામ જો બંધ કરવામાં નહી આવે તો ગામમાં આ બાબતે કંઈ પણ થશે તો જવાબદારી તંત્રની રહેશે.એવી ચીમકી પણ આપી છે

(11:46 pm IST)