Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

આણંદ: અલારસામાં કાર ચાલકે 7 વર્ષીય બાળકને હડફેટે લેતા કરુણ મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

આણંદ:જિલ્લામાં બે માર્ગ અકસ્માતના બનાવોમાં એક સાત વર્ષીય બાળક સહિત બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યાં હતા. બોરસદ તાલુકાના અલારસા ગામે ઈન્દિરા કોલોની નજીક રોડ ક્રોસ કરી રહેલ સાત વર્ષીય બાળકનું અજાણ્યા વાહનની ટક્કરે કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે ખંભાત-નડીયાદ રોડ ઉપર આવેલ પેટલાદ તાલુકાના વટાવ બસ સ્ટેન્ડ પાસે એક ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા એક્ટીવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના અલારસા ગામે ઈન્દિરા કોલોનીમાં રહેતા ચંપાબેન ભીખાભાઈ સોલંકી પોતાના સાત વર્ષીય પુત્ર મેહુલ સાથે કોસીન્દ્રા ગામની નહેર નજીક આવેલ ખેતરમાં મજુરી કામે ગયા હતા. દરમ્યાન બપોરના સુમારે તેઓ ટ્રેક્ટરમાં બેસી અલારસા જતા ટ્રેક્ટર ચાલકે ઈન્દીરા કોલોની નજીક તેઓને ઉતાર્યા હતા. જ્યાંથી ચંપાબેન તથા મેહુલ ટ્રેક્ટરમાંથી ઉતરી રોડ ક્રોસ  કરી રહ્યા હતા ત્યારે આંકલાવ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલ કારના ચાલકે સાત વર્ષીય પુત્રને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા કારચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)