Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે અલગ અલગ જગ્યાએ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતથી અરેરાટી

ખેડા:જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો સર્જાયા હતા. નડિયાદ પીજ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે નડિયાદ તાલુકાના મંજીપૂરા રોડ પરના સાંઇબાબા નગર પાસે અકસ્માત સર્જાયો હતો.

નડિયાદ શહેરના પીજ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અલ્પેશભાઇ તેમના પિતા લાખાભાઇ સાથે વડોદરા કામ અર્થે ગાડી લઇને જવા નિકળ્યા હતા. તે સમયે નડિયાદ શહેરના પીજ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતાતે સમયે એક કન્ટેઇનર ચાલકે તેનુ કન્ટેઇનર મુખ્ય રોડ ઉપર લઇ આવતા ગાડી કન્ટેઇનરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.આ બનાવમાં અલ્પેશભાઇના પિતા લાખાભાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી.તેઓને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.ત્યા ફરજના તબીબી અધિકારીએ લાખાભાઇને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે અલ્પેશભાઇ લાખાભાઇ ગલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:45 pm IST)