Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

હિંમતનગરમાં બી ડિવિઝન પોલીસે બે દિવસમાં ત્રણ વોન્ટેડ આરોપીને ઝડપી તપાસ હાથ ધરી

હિંમતનગર: શહેરમાં બી ડિવિઝન પોલીસે બે દિવસમાં ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં એક ચોરીનો આરોપી માત્ર ૨૪ કલાકમાં ઝડપી લેવામાં  આવ્યો છે.

પી.અસી.અર્જુન વી.જોશીએ  જણાવ્યું કે તા.૧૩/૦૬/૨૦૨૧ના રોજ  નારા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. જાહીદહુસેન અકબરઅલી  બાતમી મળેલ કે હાજીપુરા રસ્તા ઉપર એક ઇસમ ઉભો છે જેનુ નામ યુસુફભાઇ ઇસ્માઇલભાઇ મેમણ (રહે. નાની વ્હોરવાડનગીના મસ્જીદ પાસેહિંમતનગર)નો છેમોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનો આરોપી નાસતો ફરતો હતો. ડી સ્ટાફના માણસો હાજીપુરા જઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સુપરત કર્યો છે.

જ્યારે બીજો આરોપી તા.૧૪/૦૬/૨૦૨૧ ના રોજ મહેતાપુરા સર્કલ ઉપર એક ઇસમ ઉભો હોવાની માહિતી આધારે બક્ષીસસિંઘ ઉર્ફે જીતુ પ્રીતમસિંઘ સીંધુ (રહે સુપ્રીંગ વકર્સમહેતાપુરાહિંમતનગર)નો રહીશ ધાનેરા પો.સ્ટે.ના આરોપી છેલ્લા એક વર્ષ થી નાસતો ફરતો હતો તે ધાનેરા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને પકડી પાડી કાર્યવાહી કરી બનાસકાઠાના ધાનેરા પોલીસ સ્ટેશન સોંપેલ છે.

(5:42 pm IST)