Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જો કોઇ કપલ ઓફિસમાં કિસ કરી શકે છે કે નથી કરી શકતો અને જો કિસ કરે છે તો તે શું પ્રાઇવેટ એક્ટ અથવા પછી પ્રાઇવેટ ક્ષણ તરીકે માનવુ કે ના માનવુ - શું કિસ કરનારા કપલ સીસીટીવી કેમેરા લાગેલા હોવા પર તેને પોતાની પ્રાઇવેસીનું ઉલ્લંઘન માનીને દાવો કરી શકે છે કે નથી કરી શકતો : ગુજરાત હાઇકોર્ટમાં સામે આવ્યો અનોખા કેસ

અમદાવાદ: કોર્ટમાં ઘણા કેસ સામે આવે છે જેમાં કોર્ટને નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી થાય છે. આવી જ એક ઘટના ગુજરાત હાઇકોર્ટમાં સામે આવી છે. કોર્ટે આ અનોખા કેસમાં એમ નક્કી કરવાનું છે કે જો કોઇ કપલ ઓફિસમાં કિસ કરી શકે છે કે નથી કરી શકતો અને જો કિસ કરે છે તો તે શું પ્રાઇવેટ એક્ટ અથવા પછી પ્રાઇવેટ ક્ષણ તરીકે માનવુ કે ના માનવુ. કોર્ટે આ મામલે એમ પણ નક્કી કરવાનું છે કે શું કિસ કરનારા કપલ સીસીટીવી કેમેરા લાગેલા હોવા પર તેને પોતાની પ્રાઇવેસીનું ઉલ્લંઘન માનીને દાવો કરી શકે છે કે નથી કરી શકતો.

આ ઘટના કોર્ટ સામે ત્યારે આવી જ્યારે આસામમાં વેનેજુએલાની એક એન્જીનિયર જે ભાવનગરની તંબોલી કાસ્ટિગ લિમિટેડમાં કામ કરી રહી હતી અને તેને પોલીસમાં ફરિયાદ દર્જ કરાવી કે કંપનીના ડિરેક્ટર વૈભવ તંબોલી અને તેના પિતા બિપિન તંબોલી ચોરી છુપીથી તેને પોતાના કલીગ સાથે કિસ કરતા જોતા હતા. એન્જીનિયરે એવો પણ આરોપ લગાવ્યો કે તેણે તેમની તસવીર અને ક્લિપ પણ લીક કરી દીધી છે.

મહિલાએ CCTV ફુટેજ લીક કરવાનો આરોપ લગાવ્યો

મહત્વપૂર્ણ છે કે એન્જીનિયર જેને કિસ કરી રહી હતી તે પણ તંબોલી પરિવારનો જ સભ્ય છે, તેનું નામ મેહુલ તંબોલી છે. કહેવામાં આવી રહ્યુ છે કે મેહુલ તંબોલીના પરિવારના બાકી સભ્યો સાથે ઝઘડો ચાલી રહ્યો છે. કંપનીની બોર્ડની બેઠકમાં તેને વૈબવ તંબોલીને ચાકુ પણ મારી દીધુ હતુ.

જાણકારી અનુસાર વેનેજુએલાની મહિલાએ અમદાવાદના વરતેજ પોલીસ સ્ટેશનમાં વૈભવ અને બિપિન તંબોલી વિરૂદ્ધ સીસીટીવી ફુટેજ લીક કરવાને લઇને ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને પર આઇપીસીની કસમ 354 સી અને IT એક્ટ હેઠળ કેસ દર્જ કરવામાં આવ્યો હતો.

તંબોલી પરિવારે કોર્ટમાં કરી દલીલ

FIRના જવાબમાં વૈભવ તંબોલી અને તેના પિતાએ પોતાના વકીલના માધ્યમથી કોર્ટમાં દલીલ કરી હતી. વકીલ મહેશ જેઠમલાણી અને અજય ચોક્સીએ કહ્યુ કે કલમ 354 સી હેઠળ કિસ કરવુ અંગત કે પ્રાઇવેટ એક્ટ હેઠળ સામેલ નથી થતુ અને સાથે જ જો ઓફિસમાં કેમેરા લાગેલા છે તો આ કેવી રીતે કોઇ વિચારી શકે છે કે તેને કોઇ જોઇ નથી રહ્યુ.

(4:45 pm IST)