Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ઓનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સમાં ફેક વેબ પોર્ટનો પર્દાફાશઃ લોકોના ખીસ્સા ખાલી કરતી અને ડેટા ચોરતી ઇ-લૂંટારૂ ગેંગ સક્રિય

વડોદરા: કેટલાક લોકો આરટીઓમાં ટેસ્ટ આપ્યા વિના ઓનલાઇન ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા માટે મથામણ કરતા હોય છે. ત્યારે ઈન્ટરનેટની દુનિયામાં ઓનલાઇન લર્નિગ લાયસન્સના નામથી લોકોના ખીસ્સા અને ડેટા ચોરતી ઈ-લૂંટારુ ગેંગ સક્રિય થઈ છે.

હાલની કોરાના પરિસ્સ્થીતિને ધ્યાનમાં રાખીને આરટીઓ દ્વારા "ફેસલેસ સર્વિસ "(એટલે કે કોઈ પણ નાગરિક RTO ના ધક્કા ખાધા વિના ઓનલાઇન અરજી કરી શકે) ની શરૂઆત કરીને એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કોઈ નાગરિક લર્નિગ લાયસન્સ  કઢાવવા માંગતો હોય તો તે માત્ર આધાર કાર્ડની મદદથી સરળતાથી ઓનલાઇન ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવી શકે છે.

પરિવહન વિભાગ દ્વારા નાગરિકો ને ઓનલાઇન લર્નિગ લાયસન્સ  કઢાવવા માટે ડેડિકેટેટ વેબ પોર્ટલ પરિવહન ડોટ જીઓવી ડોટ ઈન (parivahan.gov.in) ની મુલાકાત લેવાની અને માત્ર ત્યાં જ અરજી આપવાની સૂચના આપવામાં આવી હતી.

પરંતુ સાયબર માફિયાઓ દ્વારા આ તક નો ફાયદો ઉઠાવી નાગરિકોના ખિસ્સા ખાલી કરી દેવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટ પર સક્રિય બનેલી આ સાઇબર ટોળકી દ્વારા ત્રણ અલગ-અલગ પોર્ટલને ભારતીય સાયબર વેબસ્પેસમાં ઘુસાડીને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે.

જયારે લોકો ઓનલાઇન લર્નિગ લાયસન્સ કઢાવવા માટેની પ્રક્રીયાને જાણવા માટે સર્ચ એન્જીન તેમજ યૂ -ટ્યૂબ પર સર્ચ કરે છે. ત્યારે ડેડિકેટેટ વેબ પોર્ટલ પરિવહન ડોટ જીઓવી ડોટ ઈન (parivahan.gov.in) ની પહેલા સર્ચ એન્જીન ઓપ્ટીમાઈઝેશનનો ફાયદો ઉઠાવીને સાયબર લૂંટારુંઓ લોકોને છેતરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલા પોર્ટલ ઈન્ડેક્સિંગમાં પ્રથમ પ્રદર્શિત કરાવે છે.

જે લોકો આ પોર્ટલ પર ક્લિક કરે છે. તે  લોકો પાસેથી લર્નિગ લાયસન્સ ફી પેટે 375/- વસુલે છે. સાથે જ આધાર કાર્ડ સાથે બીજી અંગત જરૂરી માહિતી, કે જે અન્ય વ્યક્તિ સાથે ક્યારેય શેર ન કરવી જોઈએ. તે પણ લાયસન્સના બહાના હેઠળ મેળવી લેવામાં આવે છે.

સાઇબર એક્સપર્ટની મદદથી ઓનલાઇન લર્નિગ લાયસન્સ માટે ચાલતા ફેક વેબ પોર્ટલનું ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવ્યું, તેમાં ચોંકવનારા પરિણામો સામે આવ્યા.

1) આ ત્રણ પૈકી એક પણ પોર્ટલ સરકારી કે અર્ધ-સરકારી પોર્ટલ નથી.

2) જે એડ્સ સ્વરૂપે પ્રદર્શિત થાય છે.

3) જેમાં આપવામાં આવેલા ફોર્મ  માત્ર ગૂગલ ફોર્મ છે,જેમાં કોઈ વેલિડેશન નથી.

4)  સાથે ડોમેઈન પરિવહન ડોટ જીઓવી ડોટ ઈન (parivahan.gov.in) સાથે કોઈપણ પ્રકારનું કનેક્શન નથી.

5) આ ત્રણ  ફેક પોર્ટલની સેવાઓ આર.ટી.ઓના કામકાજના સમય દરમ્યાન જ જોવા મળે છે. ત્યારબાદ તે સર્ચ એન્જીન પરથી અદૃશ્ય થઈ જાય છે. જે પણ ફેક પોર્ટલની સેવા લે છે, તે પોતે આધાર કાર્ડનો ઓ.ટી.પી પણ આ લોકોને આપી રહયા છે.

સાઇબર માફિયાઓથી બચવા શું કાળજી લેવી ?

1) ઓનલાઇન લર્નિગ લાયસન્સ માટે માત્ર ડેડિકેટેટ વેબ પોર્ટલ અથવા ડોમેઈન પરિવહન ડોટ જીઓવી ડોટ ઈન(parivahan.gov.in) ની જ મુલાકાત લેવી, અન્ય કોઈ પોર્ટલ પર જવું નહીં.

2) સર્ચ એન્જીન કે યૂ-ટ્યૂબ પર એડ્સ સ્વરૂપે પ્રદર્શિત થતી વિગતો પર ભરોસો ક્યારેય પણ કરવો નહીં, જેનો ગૂગલ પોલિસીમાં પણ ઉલ્લેખ છે.

3) આધાર કાર્ડની માહિતી અને ટ્રાન્સેક્શનમાં આવેલ ઓ.ટી.પી કોઈની પણ સાથે શેર કરવો નહીં .

4) જો કોઈ વેબપોર્ટલ લાયસન્સ માટે માર્ગ દર્શન આપતા હોય અને તેના બદલામાં કન્સલ્ટનસી વસૂલતા હોય, તો તેઓ ફરજીયાતપણે યુઝર્સને તે બાબતે પોર્ટલ પર સરળતાથી દેખાય તે પ્રમાણે જાણકારી આપતા હોય છે. ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત, તે સિવાયના તમામ પોર્ટલ ગેરકાનૂની છે.

મહત્વનું છે કે ઓનલાઇન લર્નિગ લાયસન્સ સુવિધા ભારતના તમામ રાજ્યોમાં હજુ સુધી લાગુ પાડવામાં આવી નથી. આગામી સમયમાં આ સુવિધા તમામ રાજ્યોમાં શરૂ થઈ શકે છે. તેની ડેડ લાઈન આજના સમયમાં નિશ્ચિત નથી.

ઓનલાઇન લર્નિગ લાયસન્સ સુવિધા તમારા રાજ્યમાં ઉપલબ્ધ છે કે નહીં તે આ રીતે ચકાસો.

1) ડેડિકેટેટ વેબ પોર્ટલ અથવા ડોમેઈન પરિવહન ડોટ જીઓવી ડોટ ઈન(parivahan.gov.in) ની મુલાકાત લેવી.

2) ત્યારબાદ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ વિભાગમાં ડ્રાઈવર / લર્નિંગ લાયસન્સ વિભાગમાં જઈને મોર બટન પર ટેપ કરવું.

3)  અને એપ્લાય ફોર લર્નર લાયસન્સ પર ટેપ કરવું .

4) ત્યારબાદ રાજ્યની પસંદગી કરવી.

5)  ખૂલતાં ઇન્સ્ટ્રકશન વિભાગમાં જો તમને "એલ એલ સ્લોટ્સ બૂક" લખેલું આવે તો સમજવું કે ઓનલાઇન સર્વિસ ચાલુ થઈ નથી, પરિણામે લર્નિગ લાયસન્સ સુવિધા માટે આર.ટી.ઓ કચેરીએ જવું પડશે, અને ન આવે તો એમ સમજવું કે ઓનલાઇન સર્વિસ ચાલુ થઈ ચૂકી છે.

(4:29 pm IST)