Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

પતિની વિચિત્ર પતિની વિચિત્ર માગણીથી પત્ની કંટાળી

૧૩-૧૬ વર્ષના બે દીકરા ઘરમાં હાજર હોય તો પણ શારિરીક સંબંધની માગણી કરી ઘરની બહાર જતા રહેવા કહેતો હતો : બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને નાહવાનું : પરિણીતાએ મહિલા હેલ્પ લાઈનની મદદ માગી : દિવસ રાત પત્ની પાસે શારીરિક સંબંધની માગણી કરતો : તેમજ પત્નીને બીજે અફેર હોવાની શંકા પણ રાખતો

અમદાવાદ,તા.૧૬: સમાજમાં કેટલાક કિસ્સા એવા પણ બનતા હોય છે જે અંગે સાંભળીને આપણને વિશ્વાસ ન બેસે કે શું સાચે આવું બની શકે. આજકાલ ટેકનોલોજી અને ઈન્ટરનેટની દુનિયામાં જીવતો માણસ ઘણીવાર સાવ એ હદે વિકૃતતા દાખવે છે જેની કોઈ સીમા નથી નહોતી. આવો જ એક કિસ્સો અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક પરિણીતાએ પતિની વિકૃતતાને લઈ મહિલા હેલ્પલાઈન અભ્યમ ૧૮૧દ્ગક મદદ લીધી હતી. પતિ પત્નીને બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી નહાવાનું કહેતો હતો. ૧૩-૧૬ વર્ષના બે દીકરા ઘરમાં હાજર હોય તો પણ શારિરીક સંબંધની માગણી કરી ઘરની બહાર જતા રહેવા કહેતો હતો. દિવસ રાત જોયા વગર બેથી ત્રણ વખત શારિરીક સંબંધ કરવાનું કહેતો હતો. પતિ પત્નીને તેના બનેવી સાથે અફેર હોવાની શંકા રાખતો હતો. પતિના મનમાં શંકા છે કે મારા બનેવી સાથે અફેર છે.

શહેરના મણિનગર વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઈનને એક મહિલાનો ફોન આવ્યો હતો કે મારા પતિ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી સામે નાહવાનું કહે છે અને ના કહું તો ઝઘડો કરી મારઝૂડ કરે છે. જેથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે પતિ-પત્નીના લગ્નને ૧૮ વર્ષ થયાં છે અને ૧૩-૧૬ વર્ષના બે દીકરા છે. બંને છોકરાઓની હાજરીમાં શારિરીક સંબંધ માટે જબરજસ્તી કરે છે અને છોકરાઓને કહે છે કે અમારો સુવાનો ટાઈમ થયો છે તમે બંને બહાર જાઓ હું કહું ત્યારે ઘરે આવજો. દરરોજ શારિરીક સંબંધ માટે કહેતા હતા. આંશિક લોકડાઉનમાં ધંધો બંધ હોવાથી દિવસ રાત જોયા વગર તેઓ શારિરીક સંબંધ કરતા હતા. દિવસમાં બે - ત્રણ વખત શારિરીક સંબંધ કરું તો બહાર બીજા સાથે સંબંધ ન રાખે તેમ કહેતા હતા.

મનમાં બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ ન રાખે તેવી શંકા તેઓને હતી. આવી હરકતોથી કંટાળી મહિલા હેલ્પલાઈનની મદદ લેતા તેઓએ પતિ અને મહિલાના બનેવીને બોલાવી સમજાવ્યા હતા. પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. મનમાં જે શંકા હતી તેને દૂર કરવામાં આવી હતી. પતિએ પત્ની સાથે જબરદસ્તીથી સંબંધ ન રાખવા તેઓ બાંહેધરી આપી સુખદ અંત લાવ્યા હતા.

(10:14 am IST)