Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

અમદાવાદની કાલુપુર કો,ઓ,બેન્કના લોકરમાંથી 16 લાખના દાગીનાનો ચોરી : પોલીસમાં ફરિયાદ

છેલ્લા 15 વર્ષથી બેન્ક એકાઉન્ટ અને લોકર ધરાવતા સારિકા ભટ્ટે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદના જોધપુર ચાર રસ્તા નજીક આવેલી કાલુપુર કોઓપરેટીવ બેંકના લોકરમાંથી 16 લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ છે 

  બેંક લોકરમાંથી 16 લાખના દાગીનાની ચોરી થયાનું સારીકા ભટ્ટે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા કહ્યું છે કે, છેલ્લા 15 વર્ષથી કાલુપુર કોઓપરેટીવ બેંકમાં તેનું એકાઉન્ટ છે અને બેંકમાં 1457 નંબરનું લોકર ધરાવે છે

  .જો કે આ મહીલાએ જ્યારે બેંકમાં જઇને લોકરમાં તપાસ કરી હતી ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેમાંથી 64 તોલા સોના ચાંદી અને ડાયમંડના દાગીના ગાયબ છે.જેથી તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી

(10:11 pm IST)