Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રાજ્યમાં ચાલુ વર્ષે 10 હજાર પોલીસ જવાનોની ભરતી :પ્રદીપસિંહ જાડેજા

આઠ મહિનાની તાલીમ બાદ 629 હથિયારધારી લોકરક્ષકોને અવકારાયા :ઉત્તમ દેખાવ કરનાર જવાનોને ચંદ્રકથી નવાજ્યા

વડોદરા :રાજ્યમાં ચાલુ વર્ષે પોલીસ દળમાં 10 હજાર જવાનોની ભરતી કરશે તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપિસિંહ જાડેજાએ જણાવ્યું હતું

   ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં નવા જવાનોને, જે તે જિલ્લાઓના પોલીસ દળમાં જોડાઇને પોલીસમેન તરીકે કારર્કિદી શરૂ કરવા દિક્ષાંત વિદાય અપાઈ હતી આઠ માસની કડક તાલીમ મેળવીને ગુજરાત પોલીસ દળમાં જોડાવાને લાયક ઠરેલા 629 હથિયારી લોકરક્ષકોને આવકારવામાં આવ્યા હતા

  રાજય પોલીસ દળમાં શિક્ષિત અને દિક્ષિત નવલોહિયા જવાનોનો પ્રવેશ એ આનંદની વાત છે, ત્યારે દેશમાં ગુજરાતનું પોલીસ દળ સહુથી વધુ યુવાન અને શિક્ષિત પોલીસ દળ છે. રાજય સરકારે પોલીસ માળખાને વર્તમાન સમયની માંગ પ્રમાણે કુશળ અને સક્ષમ બનાવવા છેલ્લા દસ વર્ષમાં 50,000 જવાનોની ભરતી કરવામાં આવી છે.ચાલુ વર્ષમાં વધુ 10,000 પોલીસ જવાનોની ભરતીની મંજૂરી પ્રદિપસિંહ જાડેજા એ આપી છે. પ્રશિક્ષણ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ દેખાવ કરનારા જવાનનોને ચંદ્રકોથી નવાઝવામાં આવ્યા હતા.

  હવે ગુનેગારો હાઇટેક છે, વાઇફાઇનો ઉપયોગ કરે છે ત્યારે રાજય પોલીસ દળ ટેકનોલોજીનો વિનિયોગ કરીને વધુ સચોટ ઇન્વેસ્ટીગેશન કરે અને કન્વીકશન રેટ વધે તે માટે રાજય સરકાર પોલીસ દળને જરૂરી સાધનો, પ્રશિક્ષણ અને માળખાકીય સગવડોનું અદ્યતનીકરણ હાથ ધર્યુ છે. તેની ભૂમિકા આપતાં ગૃહ રાજયપ્રધાને જણાવ્યું કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, લો યુનિવર્સિટીના શિક્ષિત યુવાનો પોલીસ ભરતીમાં જોડાય એ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે તાલીમની ઉચ્ચતમ ગુણવત્તા માટે પોલીસ તાલીમ શાળા, વડોદરાના આચાર્ય અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.

  હાલમાં આ સંસ્થા ખાતે રાજયના 38 પોલીસ જિલ્લામાં હથિયારી લોકરક્ષક તરીકે પસંદ થયેલા 629 જવાનોએ 8 માસની નિર્ધારીત અને આકરી તાલીમ પૂરી કરી છે. આ લોકોના દિક્ષાંત સમારંભનું આયોજન રવિવારના રોજ શહેરના લાલબાગ પોલીસ તાલીમ શાળાના પરેડ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ 629 ઘડાયેલા જવાનોમાં 08 ઇજનેર, 248 સ્નાતક અને 28 અનુસ્નાતકોનો સમાવેશ થાય છે. ગુજરાતનું પોલીસ દળ, જે દેશનું સહુથી યુવા પોલીસ દળ માનું એક છે.

(6:18 pm IST)