Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે પર રીક્ષામાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ : નાસભાગ મચી ગઇ

અમદાવાદ : આજરોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે નં. ૮ ઉપર ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ નજીકથી ગાંધીનગરના રિક્ષાચાલક પોતાની રીક્ષા નં. GJ-18-AU-3162 લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમીયાન રિક્ષામાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. રિક્ષાચાલક ઠાકોર વિનોદ કાંતિજી કે જેવો હિંમતનગર ખાતે મુસાફરોને ઉતારી પરત ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રિક્ષામાં લાગેલ આગ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર આગ ઓટોરિક્ષામાં પકડાઈ ગઈ હતી.

જેના કારણે અવરજવર કરતા લોકોમાં નાસભાગ મચી હતી. આસપાસના સ્થાનિકોને આગ લાગવાની ઘટનાના સમાચાર મળતાની સાથે જ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ત્યાર બાદ પ્રાંતિજ નગરપાલિકામાં જાણ કરાતા પ્રાંતિજ ફાયર ટીમના મુકેશ પરમાર, ગોપાલ પટેલ ફાયર વિભાગના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રિક્ષામાં લાગેલ આગ ઉપર પાણીનો મારો શરૂ કર્યો હતો. જે બાદ તેઓએ સમગ્ર આગ ઉપર આગ કાબૂ મેળવ્યો હતો. જો કે રિક્ષા આગમાં બળીને ભડથું થઇ ગઈ હતી. પ્રાંતિજ પોલીસને પણ આગના સમાચાર મળતા તાત્કાલિક દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં રિક્ષાચાલકનો આબાદ બાચવ થયો હતો.

(3:06 pm IST)
  • વરસાદ બંધ થતાં ભારત - પાકિસ્તાનનો મેચ ફરી શરૂ થયો : "ડકવર્થ લુઈસ" પ્રમાણે પાકિસ્તાનને 30 દડામાં 136 રન બનાવાના રહેશે અને મેચ 40 ઓવરનો થશે. access_time 11:51 pm IST

  • રાજકોટ બી ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો :બનાવને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર : બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહી થવા માટેની સંભાવના access_time 9:32 pm IST

  • ગુજરાતના ડોક્ટર્સને હડતાળ પર ન જવા નીતિન પટેલની અપીલ: નાયબ મુખ્ય મંત્રી નીતીનભાઇ પટેલે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે.: રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેઓને કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્યના ડોક્ટરોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. access_time 1:17 am IST