Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ભરૂચમાં આજે મહિલાઓ વટ સાવિત્રીના વ્રત નિમિત્તે વડની પૂજા કરશે

ભરૂચ :  રવિવારે બપોર એક કલાક થી સોમવારે બપોરે બે કલાક સુધી પૂર્ણિમા છે. જેઠ સુદ પૂર્ણિમાએ મહિલાઓ પોતાના જીવનસાથીના આયુષ્ય સુખ શાંતિ માટે ઉપવાસ કરી વટ સાર્વત્રિનું વ્રત કરે છે.

ધર્મ શાસ્ત્ર મુજબ પૂર્ણિમાનો ચન્દ્ર રવિવારેની રાત્રીનો હોઈ ઉપવાસનો દિવસ પણ રવિવાર ગણાયો હતો. અલબત્ત બપોરે બે કલાક પછી વડનું પૂજન કરાશે

આજે ભરૂચમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વડની પૂજા કરી સુતરની આંટી વડે વાળ ફરતે પરિક્રમા કારી પોતાના પતિની સુરક્ષા અને દેર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી હતી.આજે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત કરી સોમવારે પારણા કરશે.

ઉલેખ્ખનીય છે કે સત્યવાન સાવિત્રીની કથા સાથે સંકળાયેલા વટ સાવિત્રીના વ્રત (જેઠ સુદ પૂર્ણિમા )ના દિવસે ગાયત્રી જ્યંતી છે .ગાયત્રીનું એક નામ સત્ય અને બીજું નામ સાવિત્રી પણ છે.

(11:59 am IST)