Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

અમદાવાદ પૂર્વ RTOના હેડ કેશિયર એમ.એન. પ્રજાપતિની ધરપકડ : સરકારી આવકના 89 લાખ ચાઉં કરી ગયાનો આરોપ

આરોપી હેડ કેશિયરની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન સામે આવશે કે તેની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા.

અમદાવાદ પૂર્વ RTOના હેડ કેશિયર એમ.એન.પ્રજાપતિએ કચેરીની સરકારી આવકની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ. જે બાદ તેની ધરપકડ કરાઈ છે. એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીમાં આરોપીએ 1.83 કરોડની ઉચાપત કરી. જેમાંથી 89 લાખ જમા ન કરાવતા આ ફરિયાદ નોંધાઈ છે. જોકે આરોપી હેડ કેશિયરની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન સામે આવશે કે તેની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા.

આરોપીએ 1 એપ્રિલ 2021થી શરૂ કરી 5 ફેબ્રુઆરી 2022 સુધીમાં 1 કરોડ 83 લાખથી વધુની ઉચાપત કરી હતી. જોકે ઓડિટ સમયે આ હકીકત સામે આવતા ટુકડે ટુકડે 94 લાખથી વધુની રકમ ભરપાઈ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદ થાય તે પહેલા જ આરોપી ફરાર થઇ ગયો હતો જોકે હવે તેની ધરપકડ કરતા રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરાશે. આરોપી એક દિવસમાં RTOની કુલ 35 થી 40 જેટલી ટેક્સની રસીદ બનાવતો હતો. પરંતુ સરકારી ચોપડે માત્ર 20 રસીદ બતાવી અન્ય રૂપિયા પોતાના ખિસ્સા નાખતો હોવાની હકિકત સામે આવી છે.

(11:52 pm IST)