Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

I - Create ખાતેકેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ગીફ્ટ સીટીના વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરાયું

ગીફ્ટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિઅલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટેના સૂચનો કરાયા

અમદાવાદ જિલ્લામા સ્થિત I - Create (International Centre for Entrepreneurship and Technology) ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ સમક્ષ ગીફ્ટ સીટીના વિકાસ કાર્યોનું  પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું
 કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ ભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ સોમવારે સાંજે  I  - Create ની મુલાકાત માટે ગયા હતા ત્યારે તેમની સમક્ષ ગીફ્ટ સીટીના મેનેજિંગ ડિરેકટર  તપન રે એ પ્રેઝન્ટેશન રજૂ કરી ગીફ્ટ સીટીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપવામાં આવી હતી.
આ અવસરે IFSC ના ચેરમેન આઈ. શ્રીનિવાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેઝન્ટેશન રજૂ કરી ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિઅલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટેના વિવિધ સૂચનો રજૂ કર્યા  હતા.
આ પ્રેઝન્ટેશન સમયે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રી મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન, મુખ્યમંત્રીના  અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

   
(9:13 pm IST)