Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સબંધો શર્મસાર : નરાધમ પિતાએ પોતાની 15 વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યો: ધરપકડ : ફુવા -ફોઈની શોધખોળ

સાવકા પિતાની કરતુત સાવકી ફોઈને કરી ત્યારે હાજર ફુવાએ પણ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું : ફોઈએ દુષ્કર્મ સમયના ફોટા અને વિડીયો લઈ વાયરલ કરવાની ધમકી આપી: રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદ :સગીર દિકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ રામોલ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઉપરાંત સગીરાના ફુવાએ પણ દુષ્કર્મ ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે અને ફોઈએ મોબાઇલમાં ફોટા પાડ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. જ્યારે ફરાર અન્ય ફુવા અને ફોઈની શોધખોળ હાથ ધરી છે.

રામોલ પોલીસની કસ્ટડીમાં આવેલા નરાધમ પિતાએ પોતાની 15 વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. એકટીવાની ચાવી લેવાના બહાને ઘરમાં ઘૂસેલા સાવકા પિતાએ સગીરાને ડરાવી ધમકાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે સગીરાએ સાવકા પિતાની કરતુત સાવકી ફોઈને કરી હતી. જે સમયે હાજર ફુવાએ પણ સગીરાનો લાભ ઉઠાવ્યો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે તે સમયે હાજર રહેલા ફોઈએ દુષ્કર્મ સમયના ફોટા અને વિડીયો લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે રામોલ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે દુષ્કર્મી પિતાની ધરપકડ કરી છે.

ભોગ બનનાર સગીરાની માતાના ત્રીજા લગ્ન બળાત્કાર ગુજારનારના પિતા સાથે થયા હતા. થોડાક સમય પહેલા વટવા પોલીસ મથકે દેહ વ્યાપાર કરાવવા મામલે સગીરાના માતા સામે ગુનો નોધાયો હતો. જે ગુનામા સગીરાની માતા જેલવાસ ભોગવી રહી છે અને તે ગુનામા ફરિયાદ હાલના આરોપી ફોઈ ફુવાએ નોંધાવી હતી. બળાત્કાર ગુજારનાર પિતાની સગીર બહેનને અલગ અલગ ગ્રાહકો પાસે મોકલી દેહ વ્યાપાર કરાવાતો હતો.

હાલ તો રામોલ પોલીસે પોક્સો, બળાત્કાર, ધમકી આપવા જેવી અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. સાથે જ આ ગુનામા સામેલ અન્ય ફરાર આરોપી ફોઈ અને ફુવાની શોધખોળ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસ બાદ શુ નવા ખુલાસા થાય છે

(7:26 pm IST)