Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગરમી ભુક્કા બોલાવશે : 2 દિવસ રાજ્યભરમાં ઓરેંજ એલર્ટ જાહેર

ગરમ હવા, આકાશમાંથી આગ ઝરતો તાપ, ૪૪.૪ ડિગ્રી તાપમાનમાં ગરમીમાં ઉકળતા ડામરના રોડ, લૂ છોડતી ઘરની દીવાલોએ લોકોની હાલાકી વધારી

અમદાવાદ સહિત રાજ્યભરમાં હજુય આકરી ગરમી વિરામ લેવાનું નામ લેતી નથી. શહેરીજનોને કાળઝાળ અગન વરસાવતી ગરમીમાંથી છૂટકારો મેળવવા હજુ પણ બે દિવસ રાહ જોવી પડશે. અમદાવાદમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજે અને આગામી બે દિવસ યલો એલર્ટ રહેશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. એ પહેલાં થોડા દિવસ હજુ ગરમી ચાલુ રહેશે.

આજે પણ   અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ અતિ તીવ્ર રહેવાની શક્યતા છે. "હીટવેવ"ને લીધે લોકો ભરબપોરે ઘરની બહાર નીકળી શકતા નથી

ગરમ હવા, આકાશમાંથી આગ ઝરતો તાપ, ૪૪.૪ ડિગ્રી તાપમાનમાં ગરમીમાં ઉકળતા ડામરના રોડ, લૂ છોડતી ઘરની દીવાલોએ લોકોની હાલાકી વધારી હતી. ટુ વ્હીલરમાં ખુલ્લા હાથ બળી જતા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે

(7:22 pm IST)