Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વડોદરા:સાત કરોડની આઈ.ડી મેળવી ક્રિકેટમાં સટ્ટો રમાડતા શખ્સ સાથે પોલીસે અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરી

વડોદરા:સાત કરોડની આઇ.ડી.મેળવીને ક્રિકેટનો સટ્ટો રમાડતા આરોપી પાસેથી આઇ.ડી.મેળવીને સટ્ટો રમતા વધુ ૩ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.જેની સાથે કુલ પકડાયેલા આરોપીઓની સંખ્યા ૨૬ પર પહોંચી ગઈ છે.

પીસીબી પોલીસે પકડેલા ૭ કરોડની આઇ.ડી.વાળા ક્રિકેટ સટ્ટામાં વધુ ૩ આરોપીઓ (૧) મોહંમદ આલમ જુબેરભાઇ પટણી (રહે.વરિયાલી બજાર, સુરત) (૨)સલમાન સિરાજભાઇ નૂરાની (રહે.આશિયાના કોમ્પલેક્સ, રાંદેર, સુરત) (૩) અબ્દુલકાદીર મહંમદબશીર ડાંગરા (રહે.ગંગાસાગર સોસાયટી, રાંદેર સુરત)ને પીસીબી પોલીસે સુરત થી ઝડપી પાડયા છે. આ કેસમાં  પોલીસે અત્યારસુધી કુલ ૨૬ આરોપીઓને પકડયા છે.જ્યારે ૬૪ આરોપી હજી પકડવાના બાકી છે.

(5:35 pm IST)