Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ નજીક વાઘોડમા નજીવી બાબતે થયેલ તકરારમાં પથ્થરમારો કરવામાં આવતા પોલીસે તાત્કાલિકમાં હાજરી આપી સ્થિતિ પર કાબુ મેળવ્યો

વડોદરા: શહેરનાન્યુ વીઆઇપીપી રોડ વિસ્તારમાં ગઈરાતે વરઘોડામાં નજીવી તકરારમાં ઝઘડો થતાં હુમલો અને પથ્થરમારો થયો હતો. પોલીસ આવી જતા સ્થિતિ કાબૂમાં આવી હતી.વિશ્વામિત્રી ટાઉનશિપ નજીક વલ્લભ કોમ્યુનિટી હોલ પાસે રહેતા દર્શન પંચાલ નામના વિદ્યાર્થીએ પોલીસે કહ્યું છે કે, ગઈકાલે રાત્રે મારા મિત્ર વિષ્ણુના લગ્ન હોવાથી અમે જાન લઇ ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર નજીક ઘોડાના વાઈટ વુડાના મકાન ખાતે જવા નીકળ્યા હતા.આ વખતે ખોડીયાર માતાના મંદિર પાસે જાન ઉભી રાખી અમે ડીજે પર નાચતા હતા તે દરમિયાન મારા પિતાને બ્રહ્મા નગરના યુવકો સાથે ધકો વાગવા બાબતે તકરાર થઇ હતી. મારા પિતા પડી ગયા હોવાથી તેમણે યુવકને ઠપકો આપ્યો હતો જેથી 8થી 10 યુવકોએ મારા પિતાને માર માર્યો હતો.આ વખતે મારી માતાએ ફોન કરીને મને જાણ કરતા હું તેમજ અમારા મિત્રો મારા પિતા પાસે દોડી જતા કેટલાક યુવકો દંડા લઈને ઉભેલા હતા. જેથી મેં તેઓને મારા પિતા ને કોણે માર્યો છે અને કેમ માર માર્યો છે તેમ કહેતા યુવકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં મને મારા પિતાને તેમ જ અન્ય ત્રણ મિત્રોને ઇજા થઇ હતી.પોલીસની વાન આવી જતા સ્થિતિ કાબૂમાં આવી હતી. બનાવ અંગે હરણી પોલીસે રાહુલ સોલંકી, સુર્યા સોલંકી, ભરત સોલંકી, કરણ સોલંકી તેમજ અન્ય છ યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)