Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પત્ની સહીત બાળકોને મળવા પતિ પર સસરા-સાળાએ ચપ્પુથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના કિશનવાડીમાં પત્ની અને બાળકોને મળવા પહોંચેલા પતિ અને તેમના મિત્રો ઉપર સસરા -સાળા સહિતનાએ ચપ્પુ અને દંડા વડે હુમલો કરતા ત્રણ લોકો ઘવાયા હતા. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે પિતા-પુત્ર સહિત ચાર શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ગાજરાવાડી વિસ્તારમાં રહેતો 25 વર્ષે વિકાસ સોલંકી કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે હું પત્ની તથા બાળકો કિશનવાડીના કોટયાર્કનગર ખાતે સાસરીમાં હોય મળવા માટે મામાના દીકરા જીગ્નેશ, મહેશ તથા અજય સાથે પહોંચ્યો હતો. જ્યાં સસરા રાજેશભાઈ બાબુભાઈ સોલંકીએ મને જણાવ્યું હતું કે, તારે અહીં આવવું નહીં. આ દરમિયાન બોલાચાલી થતા મારા સાળા ધર્મેશ સોલંકીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં મને આંખ ઉપર ઇજા પહોંચી હતી. દરમ્યાન રાજેશભાઈ તથા ધર્મેશે દીક્ષાંત તથા અજયને માર મારી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. દરમિયાન દંડા સાથે ધસી આવેલ ઝીણો સોલંકી અને જીગો ડીજે વાળાએ અમને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(5:33 pm IST)