Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

આણંદ:આંકલાવ તાલુકાના અંબાવ ગામે સામાન્ય બાબતે એકજ કોમના બે શખ્સો વચ્ચે જૂથ અથડામણમાં સામસામે પોલીસ ફરિયાદ

આંકલાવ:તાલુકાના અંબાવ ગામે ગાયો ચરાવવા જેવી સામાન્ય બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલ તકરારમાં ત્રણ વ્યક્તિઓને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે આંકલાવ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આસોદર ખાતે રાખોડીયા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ઉર્ફે પિન્ટુ રાયસંગભાઈ ઉર્ફે રાહાભાઈ બોળીયા અને રાયસીંગભાઈ ગત રોજ બપોરના સુમારે આસોદર સીમ વિસ્તારમાં ખેતરમાં ગાયો ચારતા હતા ત્યારે શેલાભાઈ સીધાભાઈ ભરવાડ, કનુભાઈ સેલાભાઈ ભરવાડ, નથુભાઈ શેલાભાઈ ભરવાડ, જહાભાઈ સીધાભાઈ ભરવાડ અને નાથાભાઈ જહાભાઈ ભરવાડ લાકડીઓ લઈ ત્યાં આવ્યા હતા અને અહીંયા ગાયો કેમ ચારો છો. અમારી ગાયો ચરાવવાની હતી તેમ કહી અપશબ્દો બોલી રાયસીંગભાઈ ઉપર મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. દરમ્યાન કનુભાઈ શેલાભાઈ ભરવાડે રાયસીંગભાઈના હાથના ભાગે લાકડીના ત્રણ ફટકા માર્યા હતા અને શેલાભાઈ તથા નથુભાઈએ પણ લાકડી વડે ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડામાં નવઘણભાઈ વચ્ચે છોડાવવા પડતા જહાભાઈ ભરવાડ અને નાથાભાઈ ભરવાડે તેઓને લાકડી વડે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સામા પક્ષે કનુભાઈ સેલાભાઈ ભરવાડે આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧૪મીના રોજ બપોરના સુમારે કનુભાઈ તેમજ સાહેદો ગાયો ચરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે રાયસીંગભાઈ સીંધાભાઈ ભરવાડે ગાયો ચરાવવાની ના પાડી છે તેમ છતાં કેમ આવો છો તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. દરમ્યાન નવઘણભાઈ રાયસીંગભાઈ ભરવાડ અને ભરતભાઈ રાવસીંગભાઈ ભરવાડ તેઓનું ઉપરાણું લઈ લાકડીઓ સાથે ત્યાં આવી ગયા હતા અને કનુભાઈ ભરવાડ ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:29 pm IST)