Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગાંધીનગરના આદરજમાં પાર્ક કરેલ કારમાંથી પોલીસે 14 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર : ગાંધીના ગુજરાતમાં દારૃબંધી છે તેમ છતા અહીં દારૃ વધુ વેચાય છે ત્યારે ગેરકાયદે વેચાતા આ દારૃને પકડવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે ત્યારે બુટલેગરોએ પણ દારૃ છુપાવાના મુકામ બદલ્યા છે. આદરજમાં પાર્ક કરેલી કારમાંથી પોલીસે વિદેશી દારૃની ૧૪ બોટલ પકડી છે જો કે, આ દરોડાની ગંધ આવી જતા દારૃનો વેપલો કરતા બન્ને બુટલેગરો ફરાર થઇ ગયા હતા.

ગુજરાતમાં દારૃબંધી છે તેમ છતા ગુજરાતમાં સૌથી વધુ દારૃની હેરાફેરી થાય છે આવી સ્થિતિમાં બુટલેગરો પણ પોલીસથી બચવા માટે દારૃ વેચવાના તથા હેરાફેરીના નવા નવા કિમીયા કરે છે.ત્યારે પેથાપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે વખતે તેમને પણ આવા જ એક ભેજાબાજ બુટલેગરનો પનારો પડયો હતો.આ અંગે મળતી માહિતી પ્રમાણે, બાતમીના આધારે પોલીસે આદરજ ગામમાં ગોરધનજીના વાસમાં રહેતા જશાજી ઉર્ફે એક્કોલ બકોરજી ઠાકોર તથા મંગાજી બકોરજી ઠાકોરના ઘરે દરોડો પાડયો હતો. પોલીસે તેમના ઘરમાં તપાસ કરી હતી પરંતુ તેમને કંઇ હાથ લાગ્યું ન હતું આખરે ઘર બહાર પાર્ક કરેલી કારમાં તપાસ કરતા આ કારમાંથી ૧૪ બોટલ વિદેશી દારૃ મળી આવ્યો હતો. પોલીસે આ બાબતે અઙીંથી ૪૯૦૦ની કિંમતની દારૃની બોટલો સહિત કાર મળીને કુલ ૫૪,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજીબાજુ પોલીસની રેડ પડવાનું જાણીને બન્ને બુટલેગરો ફરાર થઇ ગયા હતા.

(5:28 pm IST)