Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

આરાધના એકેડેમી દ્વારા સમર ફેસ્‍ટીવલ-કલા આરાધના એવોર્ડઃ મોનિકાબેન શાહના ગીતોથી શ્રોતાઓ રસતરબોળ

રાજકોટઃ આરાધના સંગીત એકેડમી દ્વારા ૧૧મો સમર ફેસ્‍ટીવલ અને ૮મો ‘‘કલા આરાધના''એવોર્ડ સેરેમની યોજાઇ ગયો.જેમાં ૮મો કલા આરાધના એવોર્ડ ઉત્તમકોટિના તબલાવાદક પંડિત બાલાક્રિષ્‍ણ ઐયરને અર્પણ કરવામાં આવેલ સમારોહના મુખ્‍ય મહેમાન પ્‍લેનેટ હેલ્‍થના શ્રી રોહિતભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્‍મના પ્રથમ સોપાનની શરૂઆત ડો.મોનિકાબેન શાહના ગાયનથી થઇ.તેમણે રાગ ઔડવ બાગેશ્રીની મનમોહક પ્રસ્‍તુતિ કરી. જેના બડા ખ્‍યાલના શબ્‍દો હતા. ‘‘સાજન નહીં આયે પીયા બીન જીયા ગભરાયે'' જે તાલ ઝુમરામાં નિબધ્‍ધ હતો. ત્‍યારબાદ ત્રિતાલમાં છોટા ખ્‍યાલ, ‘‘પિયા બીન કયુ નાહીં ભાવે'' ગાયો. ત્‍યારબાદ તેમના ગુરુ પદ્મવિભુષણ ગીરજાદેવીની ઠુમરી રાગ-મિશ્રમાંડમાં રજુ કરી શ્રોતા ગણના દિલ જીતી લીધા. તબલા પર શ્રી જાજવલ્‍ય શુકલ અને હાર્મોનિયમ પર જ્ઞાનેશ્વર સોનાવને અનુરૂપ સંગત કરેલ. બીજા સોપાનમાં દિલ્‍હીના શ્રીચેતનભાઇ જોશીએ વાંસળી પર રાગ ભુપાલી છેડયો અને રાગ ભટિયારમાં બંદિશની પ્રસ્‍તુતિ કરી તબલા પર શ્રી હેમંત જોશીની સંગતીએ બાંસુરી વાદનમાં સુંઁદર રંગ ભર્યા

ત્રીજા સોપાનમાં મુંબઇના ‘‘કલા આરાધના'' એવોર્ડથી સમ્‍માનિ બનારસ અને ફરૂખાબાદ ઘરાનાના તબલાવાદક શ્રી બાલાક્રિષ્‍ણ ઐયરજીએ તાલ-તીનતાલમાં કાયદા, રેલા, પલટા,વગાડી ઘરાનેદાર તબલા વાદનથી સૌને મોહિત કરી લીધા.

(3:29 pm IST)