News of Monday, 16th May 2022
રાજકોટ, તા.૧૬: ડ્રગસ મુકત સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર ટીમના અભિયાન અને તે અંતર્ગત ડ્રગ્સ માફિયાઓની મિલકત અન્ય રાજ્યમાં જપ્ત કરાવવાની કાર્યવાહી સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન સહિત તમામ એસપીઓ દ્વારા ગાંજા જેવા કેફી પદાર્થો રોકવા ચાલતા પ્રયાસો તેજ બનાવવા માટે મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા હવે દક્ષિણ ગુજરાતની આ ઝુંબેશ વધુ બળવત્તર બને અને તેમાં એટીએસ જેવી એજન્સી જોડાઇ તેવી રણનીતિ ઘડતા ખૂબ અસરકારક પરિણામો આવવા લાગ્યા છે, ટુંક સમયમાં આ તર્જ પર મુખ્ય પોલીસવડા આશિષ ભાટિયા ગુજરાતભરમાં આ અભિયાન હાઇ એલર્ટ મોડ પર લાવવા પ્રયત્નશીલ બન્યા છે.
દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનરની રાહબરી હેઠળ અત્યાર સુધી ગાંજા અને ડ્રગ્સ વેચાણ પર અસરકારક કામગીરી કરી ચૂકેલ એસ. ઓ.જી. પીઆઇ આર.એસ. સુવેરા ટીમ દ્વારા તથા સુરત એસપી હિતેશ જોયસર ટીમ દ્વારા ત્રી પાંખીયા જંગ અંતર્ગત થયેલ કાર્યવાહીની ઝલક નિહાળીએ .
ગુજરાત એટીએસ તથા સુરત શહેર એસ.ઓ.જી.દ્વારા એકત્રીત કરેલ માહિતી આધારે ગુજરાત એટીએસ દ્વારા વર્કઆઉટ કરતા ઓડીશા રાજયમાં વોન્ટેડ આરોપીઓ લોકેટ કરેલ અને ઓડીશા પોલીસ સાથે સુરત શહેર એસ.ઓ.જી.એ સંકલન સાધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પીએસઆઈ પી.બી.જાડેજા વરાછા પો.સ્ટે. તથા પીએસઆઈ એસ.એસ.મલેક લીમ્બાયત પો.સ્ટે.નાઓ સાથે અમરોલી પો.સ્ટે., વરાછા પો.સ્ટે., સરથાણા પો.સ્ટે., ઉધના પોસ્ટ., લીમ્બાયત પો.સ્ટે.,ના પોલીસ માણસોની અલગ- અલગ ટીમો બનાવી ઓડિશા રાજય ખાતે મોકલી મે.પોલીસ અધિક્ષકશ્રી છત્રપુર ઓડીશા નાઓ પાસેથી સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીઓને પકડી પાડવા અંગે ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જે દરમ્યાન ઓરીસ્સા રાજયના ગંજામ જીલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ખાનગી સોર્સીસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે સુરત શહેરના એનડીપીએસ, મર્ડર તથા છેતરપીંડી જેવા ગંભીર ગુન્હાઓમાં નાસતા ફરતા નીચે મુજબના ફુલ્લે ૬ આરોપીઓ પકડી પાડવામાં મોટી સફળતા મળેલ છે.
પરપ્રાંતીય આ અડધો ડઝન અપરાધીઓ ૭-૭ વર્ષથી ગંભીર મામલામાં ફરારી હતા, ઉકત ટીમને એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રૃપલ સોલંકી અને એસીપી આર આર.સરવૈયા ટીમનું માર્ગદર્શન મળેલ.
સુરત શહેર પોલીસ માફક સુરત રૃરલ પોલીસના તાજેતરમાં નિમાયેલ એસપી હિતેશ જોયસર ટીમ પણ યુવાધનને બરબાદ કરતા દૂષણ સામે જંગે ચઢી છે.જેના પરિણામ પણ ખૂબ સારા છે.
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના આઈ/સી પોલીસ ઈન્સ્પેકટર શ્રી કે.જી.ધડુક સા.નાઓના સુપરવિઝન હેઠળ તથા પોલીસ ઈન્સપેકટર શ્રી એ.ડી.ચાવડા સા.નાઓ દ્વારા આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ નાર્કોટીકસના કેસો શોધી કાઢવા એસ.ઓ.જી. શાખાના અધિકારી કર્મચારીની અલગ- અલગ ટીમો બનાવી ચોકકસ દિશામાં વર્ક આઉટ કરતા તા.૧૨/૦૫/૨૦૨૨ના રોજ એ.એસ.આઈ. ભુપેન્દ્રભાઈ અંબિકાપ્રસાદ તથા હે.કો.રોહીતભાઈ બાબુભાઈનાઓને સંયુકત મળેલ બાતમી આધારે મોજે- ઉંભેળ ગામની સીમમાં, ને.હા.૪૮ હાઈ-વે મુંબઈ તરફના રોડની બાજુમાં આવેલ હોટલ મહાદેવના પાછળના તરફના પાર્કિંગવાળા ભાગમાં તા-કામરેજ જી- સુરત ખાતેથી ખુબ મોટા પ્રમાણમાં એક ટ્રકમાં ભરેલ ગેરકાયદેસર વગર પાસ- પરમીટના માદક પદાર્થ ગાંજાનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.