Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભાજપ પછાત વર્ગને આકર્ષવા ધ્યાન કેન્દ્રીત કરશે

વિક્રમસર્જક બેઠકો જીતવાના સંકલ્પ સાથે ચિંતનઃ નવા કાર્યક્રમો આવી રહ્યા છે

રાજકોટ તા. ૧૬ : ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના પસંદગીના પચાસ જેટલા આગેવાનોની ચિંતન બેઠક અમદાવાદના બાવળા રોડ પર યોજાયેલ છ. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમ સર્જક બેઠકો જીતવાનું ચિંતન થઇ રહ્યું છે.

ભાજપ દ્વારા બક્ષીપંચ, આદિવાસી, અનૂસૂચિત જાતિ વગેરેને આકર્ષવા માટે અન ેઉજળીયાત વર્ગના પ્રભુત્વવાળી પરંપરાગત બેઠકો જાળવી રાખવા માટે ચિંતન થઇ રહ્યું છે. બેઠકો જાળવી રાખવા માટે ચિંતન થઇ રહ્યું છે. પાર્ટી અને સરકારને લગતા ભાવિ કાર્યક્રમો તેમજ સરકારની વર્તમાન અને સંભવિત ભાવિ યોજનાઓની પણ ચર્ચા થઇ રહી છે.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ભુપેન્દ્ર યાદવજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી.એલ.સંતોષજી, ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલજી તેમજ અપેક્ષીત ભાજપના અગ્રણી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીની ચિંતન બેઠક યોજાયેલ આજે સાંજે પ વાગ્યે ચિંતન બેઠકની સમાપ્તિ શિબિરની ફળશ્રુતીની માકહીતી અપાશે.

(4:29 pm IST)