Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ચૌકી- ઢાણી રીસોર્ટનો દબદબોઃ છ- છ એવોર્ડ મળ્‍યા

ગુજરાત ટૂરીઝમ એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિઃ નૈમિભાઈ ખખ્‍ખર અને તેની ટીમ ઉપર અભિનંદનવર્ષા

રાજકોટઃ તાજેતરમાં અમદાવાદમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ગુજરાત ટુરીઝમ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયેલ હતો. અમદાવાદ સાયન્‍સ સીટીમાં યોજાયેલ એવોર્ડઝ વિતરણ સમારોહમાં ગુજરાત ટુરીઝમના છ નામાંકિત એવોર્ડઝ મેળવનાર ચૌકી- ઢાણીનો દબદબો જોવા મળ્‍યો હતો. તેમાંના બે એવોર્ડઝ છે. (૧) બેસ્‍ટ થીમ બેઝડ હોટલ રીસોર્ટ ઓફ ગુજરાત, (૨) બેસ્‍ટ રેસ્‍ટોરન્‍ટ ઓફ ગુજરાત.

ગયા વર્ષે પણ ચૌકી- ઢાણી રીસોર્ટને આઠ એવોર્ડઝ મળેલા હતા. છેલ્લા ૪ વર્ષમાં ૨૫ એવોર્ડઝ અને ૩ એપ્રિસિએશન લેટર્સ મેળવેલ છે. અત્‍યાર સુધીમાં ટોટલ ૩૦ એવોર્ડઝ મેળવનાર ચૌકી- ઢાણી રીસોર્ટ દર વર્ષે કંઈક ને કંઈક નવું આપતું રહ્યું છે. રીસોર્ટના ૪૪ રૂમ્‍સ પૈકી મોટા ભાગના રૂમ રીનોવેટ કરેલ છે.  તેમજ રેસ્‍ટોરન્‍ટ રેસ્‍ટોરન્‍ટની પણ મજા માણવા જેવી છે.

ભારત એક થાળએ પણ ચૌકી- ઢાણીના ઈનોવેટીવ આઈડિયાનો એક ભાગ છે. જેમાં લગભગ ૨૯ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની લાજવાબ વાનગીઓનો એક જ થાળીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે, જે આખા ગુજરાતમાં  બીજે કયાંય જોવા નહી મળે. ચૌકી- ઢાણીએ લકઝરીનો પર્યાય હોવા ઉપરાંત તેમા રાજસ્‍થાનની સંસ્‍કૃતિ અને કલાનો ખૂબ જ સરસ સમન્‍વય જોવા મળે છે. અદ્દભુત આતિથ્‍ય ભાવના અને મલ્‍ટી કુઝીન ફુડ દ્વારા રીસોર્ટ ગ્રાહકો માટે હંમેશા આકર્ષણનું કેન્‍દ્ર રહેલું છે. ભારત સરકાર તરફથી પણ ચૌકી-ઢાણીને ત્‍લ્‍બ્‍ ૯૦૦૧:૨૦૧૫નો એવોર્ડ મળેલ છે. અત્‍યારે સ્‍પ્‍લેશ લંચ સાથે સ્‍વીમીંગ પુલનો રોમાંચક આનંદ માણી શકાય છે. શ્રી નૈમીભાઈ ખખ્‍ખર (મો.૯૮૨૫૨ ૮૭૮૭૦) અને તેમની ટીમની શાનદાર સફળતા માટે ખૂબ શુભેચ્‍છાઓ વરસી રહી છે

(11:49 am IST)