Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

અમદાવાદના સોલા, ગોતા ચાંદલોડિયા તેમજ રામોલ વટવા સહિતના એરિયામાં વીજળી ગુલ

અડધા કલાક જેટલા સમયથી લાઈટ ગુલ થઇ ગઇ: લોકો ગરમીમાં પરેશાન

અમદાવાદ :  શહેરમાં કરફ્યુ હોવાથી લોકો બહાર પણ નીકળી શકતા નથી. ત્યારે બીજી તરફ પવન ફૂંકાવાને કારણે શહેરમાં ગોતા ,સોલા ,વટવા ,રામોલ જેવા વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ ગઈ છે. જેથી લોકો ગરમીમાં પરેશાન થઈ થાય છે.

તાઉ- તે વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયા કિનારા તરફ વધી રહ્યું છે. જેની અસરને કારણે રાજ્યમાં પવન સાથે છૂટા વરસાદ પડી રહ્યો છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લાઈટ ગુલ થઈ ગઈ છે.

અમદાવાદ શહેરમાં ગોતા ,સોલા જગતપુર ચાંદલોડિયા તેમજ એસપી રિંગ રોડ રામોલ વટવા સહિતના વિસ્તરમાં વીજળી ગુલ થઇ ગઇ છે . અડધા કલાક જેટલા સમયથી આ વિસ્તારોમાં લાઈટ ગુલ થઇ ગઇ છે.જેથી લોકો ગરમીમાં પરેશાન થઈ ગયા છે.

શહેરમાં રીંગ રોડ આસપાસના વિસ્તારોમાં UGVCL ની વીજળીનો પાવર આવે છે.જેથી આ વિસ્તારોમાં અવર નવાર લાઈટ જવાની સમસ્યા સર્જાતી હોય છે.

(11:42 pm IST)
  • અમદાવાદમાં સીબીઆઈનો સપાટો: સેન્ટ્રલ ડ્ગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે મેડિકલ ઓફિસર પરાગ ગૌતમ અને આર.મોહન સાડા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા: ઘરે દરોડા પાડી રપ લાખની રોકડ કબજે લીધી : સીડીએસસીઓ કચેરીનાં બે અધિકારી સીબીઆઈની ઝપટે ચડયા છે. એક ફાર્માસ્યુટિકલ કંપની પાસે લાંચ માગી હતી. બંને અધિકારીઓને ત્યાં સીબીઆઇએ દરોડા પાડી વધુ રૂ.૨પ લાખની રોકડ રકમ જપ્ત કરી છે. પરાગ ગૌતમ અને આર.મોહનની ધરપકડ પણ થઈ હોવાનું મંતવ્ય ચેનલ નોંધે છે. બંને સામે ગાંધીનગર ગુનો નોંધાયો છે. એક અધિકારીને ત્યાંથી ૧૪ લાખની રોકડ અને બીજા અધિકારીનાં ઘરેથી ૧૧ લાખની રોકડ રકમ મળી આવી છે. access_time 4:59 pm IST

  • કેરળમાં પણ કેસ ઘટયા: સાજા થવાનો આંક ઘણો ઊંચો રહ્યોકેરળમાં પણ કોરોના કેસ ઘટી ગયા. ૨૪ કલાકમાં આજે નવા ૨૯૭૦૪ કેસ નોંધાયા, ૮૯ મૃત્યુ થયા અને ૩૪૨૯૬ સાજા થયા છે. નવા કેસ કરતા સાજા થવાનો આંક લગભગ સાડા ચાર હજાર જેટલો વધુ છે. access_time 7:48 pm IST

  • વિખ્યાત મિટિયોરોલોજિસ્ટ અક્ષય દેઓરસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે સાયક્લોન તૌક્તે, દક્ષિણ ગુજરાતના માંગરોળ અને જાફરાબાદ વચ્ચે 17 મે રાત્રિના 9 વાગ્યે અને 18 મે સવારે 3 વાગ્યે ના રોજ લેન્ડફોલ કરશે. વર્તમાન આગાહી સૂચવે છે કે સાયકલોન લેન્ડફોલ દરમિયાન 3 કેટેગરીનું હશે. શક્ય છે કે દક્ષિણના ભાગોમાં 200 - 400 મીમીનો કુલ વરસાદ પડે. ગુજરાતના પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લા અને દિવમાં 16 મેની રાતથી જ જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થશે. રાત દરમિયાન પવનની ગતિ અને વરસાદમાં નોંધપાત્ર વધારો થશે. તેમને વધુમાં જણાવ્યું છે કે સૌથી ખરાબ સમયગાળો 17 અને 18 મી બપોર દરમિયાન રહેશે. access_time 4:57 pm IST