Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ : અમદાવાદમાં 24 વૃક્ષ જેટલા જમીનદોસ્ત : મનપા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો

ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમને સ્ટેન્ડ ટુ રહેવા માટેની સૂચના

અમદાવાદ :તાઉ- તે વાવાઝોડાની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરને કારણે રાજ્યમાં પવન સાથે છૂટો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પવન ફૂંકાવાને કારણે અલગ અલગ વિસ્તારમાં 24 ઝાડ ધરાશાઈ થઈ ગયા છે. ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા ઝાડ ઉઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાઉ- તે વાવાઝોડાને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે 24 કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગને પણ સ્ટેન્ડ ટુ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં વાવાઝોડાને લઈ સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને રાજયના તમામ દરિયા કાંઠે NDRFની પણ તૈનાત કરી દીધી છે. તાઉ-તે વાવાઝોડાની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જેથી હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં આગામી 17 અને 18 તારીખે વહેલી સવારે પોરબંદરથી લઈને ભાવનગર મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે અને વાવાઝોડાની ગતિ 152થી 160 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેશે. આ વાવાઝોડાની અસર હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. નવસારી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાતે વરસાદ શરૂ થયો છે

વાવઝોડુ ત્રાટકવાની શક્યતાના કારણે શહેરમાં ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી દ્વારા જ્યારે પણ ફાયર વિભાગની મદદની જરૂર પડશે તો તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવશે. ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામા આવી છે. જરૂર પડ્યે અમદાવાદ ફાયરબ્રિગેડ તાત્કાલિક મદદે પહોંચવા તમામ રીતે તૈયાર છે.

અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા શરુ થયા હતા. જો કે, બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતા દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદીઓએ થોડી રાહત અનુભવી હતી. શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.

(11:41 pm IST)
  • પૂ. ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા ના અવસાનના તદ્દન ખોટા સમાચાર સોશ્યલ મીડિયા પર કોઈ અરાજકતાવાદી તત્વોએ ફેલાવ્યા : વિખ્યાત લેખક જય વસાવડા અને શ્રી સાંઈરામ દવે એ પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમ ખાતે જાતે કરી છે ખરાઈ : પૂ. ભાઈશ્રી છે સંપૂર્ણ સ્વસ્થ access_time 12:18 am IST

  • રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ અને ખંભાળિયા પંથકમાં મીની વાવાઝોડું ફુંકાયું : તોફાની પવન સાથે અનેક સ્થળોએ વરસાદ : ભારે પવન ફુંકાતા વીજ પુરવઠો ઠપ્પ : અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ access_time 11:50 pm IST

  • રાજકોટમાં અત્યારે રાત્રે આઠ વાગે જોરદાર વાવાઝોડું અને તોફાની પવન ફૂંકાય રહ્યો છે: access_time 8:12 pm IST