Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

થલતેજ શીલજ રોડ પર મકાનમાં દારૂની મહેફીલ માણી રહેલી 4 મહિલા સહિત પાંચને ઝડપી લેવાયા

દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ લાવ્યું તે અંગે તપાસનો ધમધમાટ

અમદાવાદ: થલતેજ શીલજ રોડ રેલ્વે ક્રોસીંગ પાછળ આવેલા મેપ્પલ કાઉન્ટી -1 માં દારૂની મહેફીલ માણી રહેલી 4 મહિલા સહિત 5 લોકોની સોલા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે પાંચેય લોકોના વિરુદ્ધમાં મહેફિલનો ગુનો દાખલ કરી દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ લાવ્યું તે અંગે તપાસ હાથ ધરી હતી.

સોલા હાઈકોર્ટ પોલીસને બાતમી મળી હતી કે, થલતેજ શીલજ રોડ પાસે આવેલ મેપ્પલ કાઉન્ટી 1ના મકાન નંબર 301 માં કેટલીક મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો રાખીને દારૂની મહેફીલ માણી રહી છે. જેના આધારે પોલીસની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો ત્યારે અનુરાધા વિકાસ ગોયલ, શૈફાલી પાંડે, પ્રિયંકા શાહ, પાયલ લીંબાચીયા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે બાજુમાં બેઠેલી મહિલા અમોલા કેતન પાટડીયાએ દારૂ પીધુ ન હતુ.

પરંતુ આ મહેફીલમાં સાથ આપતી હોવાનું જાણવા મળતા પોલીસે પાંચેયના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને પાંચેયની ધરપકડ કરી હતી. દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જોકે દારૂ ક્યાંથી લાવ્યા કોણ લાવ્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(10:00 pm IST)
  • તાઉતે વાવાઝોડાની સુરતમાં અસર દેખાઈ : શહેરમાં વાદળછાયા વાતાવરણમાં પુરઝડપે પવન ફૂંકાયો : શહેરના રાંદેર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા: કેટલાક વિસ્તારમાં તુફાની પવન સાથે પતરા ઉડ્યા: તુફાની પવન અને વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 5:32 pm IST

  • જામનગર, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે સોમવારે ૧૭ મેના સવારથી પવન ફૂંકાવા લાગશે અને આવતીકાલે સાંજથી વરસાદ શરૂ થઈ જશે: સૌથી ખરાબ સમય ૧૭મી આવતીકાલે સાંજથી અને મંગળવાર ૧૮મી ની રાત સુધીનો રહેશે: મોટાભાગે ૧૮મી મેના રોજ સવારથી ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાશે access_time 5:42 pm IST

  • બાંદ્રા-વર્લી સી લિંક હાઇવે ટ્રાફિક માટે બંધ કરાયો: તૌકતે વાવાઝોડાને લીધે મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક ટ્રાફિક માટે શનિ-રવિ બંધ કરી દેવામાં આવ્યાનું મુંબઈના મેયરે જાહેર કર્યું છે. access_time 12:41 am IST