Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

સુરતમાં આપ દ્વારા શરૂ કરેલ આઇસોલેશન સેન્ટર પર વોર્ડ નંબર 4ના 4ના કોર્પોરેટર વચ્ચે માથાકૂટ :અંદરોઅંદર બાખડ્યા : વિડિઓ વાયરલ

કાપોદ્રા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે આઇશોલેશન સેન્ટરમાં કામગીરી બાબતે ઉગ્ર ઝઘડો

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં બે કોર્પોરેટર બાખડ્યા હતા. કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે આઇસોલેશન સેન્ટર પર માથાકૂટ થઈ હતી. જેમાં ઘનશ્યામ મકવાણાએ કહ્યું હતું કે, ખાલી ફોટો પડાવવા આવો છો બહાર નીકળો. જેથી કુંદનબેન કોઠિયાએ કહ્યું કે, તું તારી લિમિટમાં રહે, હું તારી પથારી ફેરવી નાખીશ. આ સમગ્ર માથાકૂટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પોતાની પ્રસિદ્ધિ માટે અને સેવાકીય જશ ખાટવા માટે હવે એકબીજાની સામસામે અંદરોઅંદર ઝઘડી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. કાપોદ્રા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે આઇશોલેશન સેન્ટરમાં કામગીરી બાબતે ઉગ્ર ઝઘડો થતાં આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો છે. સોશિયલ મીડિયા ઉપર સતત પ્રજાની સેવા કરવાના ફોટો અને વીડિયો વહેતા કરીને જશ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે દરમિયાન જ આ વીડિયો આમ આદમી પાર્ટીની કામગીરી ઉપર મોટો પ્રશ્ન ઊભો કરી રહ્યો છે

 

કાપોદ્રામાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં જોવા જેવી થઈ હતી. આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા અને ઘનશ્યામ મકવાણા વચ્ચે નિમ્ન સ્તરની શાબ્દિક ટપાટપી થઈ હતી. ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયા પર આક્ષેપ કર્યો હતો કે તેઓ માત્ર ફોટા પડાવવા માટે અહીં આવે છે અને તેથી તેમણે આઇસોલેશન સેન્ટરમાંથી તાત્કાલિક નીકળી જવા માટે સંભળાવી દીધું હતો. ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયાની સામે સીધા આક્ષેપો કર્યા હતા. જેને લઈને આઇસોલેશન સેન્ટરમાં પણ થોડા સમય માટે તમામ લોકો સ્તબ્ધ થઈને સાંભળતા રહ્યા હતા.

કાર્યકર્તા પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા
કુંદનબેને કહ્યું કે, તને લાખ રૂપિયા જોઈતો હોય તો હું આપી દઉં પણ તું અહીંથી નીકળ. તું મને અહીંથી કાઢવાવાળો કોણ છે. હું તારી પથારી ફેરવી નાખીશ. મને તારી કોઈ જરૂર નથી, તારી ઓકાત નથી મારી સાથે વાત કરવાની આવા શબ્દો બોલતા પાર્ટીના કાર્યકર્તા પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. કુંદન કોઠિયાને ઘનશ્યામ મકવાણા એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા.

(8:28 pm IST)