Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

ઇન - સર્વીસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ નહી આવતા આંદોલનના માર્ગે

અમદાવાદ જીલ્લાના ઇન - સર્વીસ તબીબોએ કલેક્ટર અને શિક્ષણ મંત્રીને આવેદન પત્ર આપ્યુ

  ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણમાં ફરજ બજાવતા ઇન - સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓની રજુઆત એસોસીએશને સરકારમાં યથાયોગ્ય સ્થાને વ્યાજબી અને ન્યાયી રીતે કરેલ છે. વર્ષ 2013 થી ઇન - સર્વીસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓની રજુઆતો સરકાર કક્ષાએ કરેલ છે. જેના ફળસ્વરૂપે વિભાગમાં ચર્ચા બેઠકો પણ યોજાયેલ અને ત્યારબાદ વર્ષ 2017 માં રજુઆતો અને આંદોલન કરીને સરકારનું ધ્યાન દોરવામાં આવેલ અને સમાધાનના ભાગરુપે ચર્ચા બેઠકો થયેલ અને ખાત્રી આપવામા આવી હતી પરંતુ તે દિવસ ને આજની ઘડી સુધી ઇન - સર્વીસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ આવેલ નથી. છેલ્લા દોઢ વર્ષથી ઇન - સર્વીસ તબીબો રાત દિવસ કોરોના મહામારીમાં અગ્રીમ હરોળમાં સીધે સીધા દર્દી અને લોકોના સંપર્કમાં રહી કામગીરી બજાવેલ છે.

ગુજરાત ઇન-સર્વિસ ડોક્ટર્સ એસોસીએશનની તા : 02.05.2021 ના રોજ યોજાયેલ ઓનલાઇન કારોબારી બેઠકમાં ઇન - સર્વીસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના ન્યાયી ઉકેલ માટે આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્વયે અમદાવાદ જીલ્લાના ઇન-સર્વિસ તબીબોએ કલેક્ટર અને શિક્ષણ મંત્રીને એન.પી.એ, ગ્રેડ પે, સળંગ સેવા, ખાલી જગ્યા ભરવી, બઢતી, ટીકુ કમિશન સહિતની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપ્યુ છે. તેમ અમદાવાદ જીલ્લાના ઇન-સર્વિસ તબીબોએ અખબારીમાં યાદીમાં જણાવ્યુ હતુ.

(5:31 pm IST)