Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

ગુજરાત સરકાર માટે હાલ અગિન્ પરીક્ષા જેવો કઠીન સમય : કોરોના મ્યુકોરમાઇકોસીસની બિમારી વચ્ચે તૌકેત વાવાઝાડાઍ આગમનની છડી પોકારી

જો કે ગુજરાત સરકારે વાવાઝોડા સામે તકેદારી માટે તમામ તૈયારીઓ કરી લીધી છે : મુખ્યમંત્રી રૃપાણી તમામ બાબતો પર નજર રાખી રહ્યા છે

જ્યારથી કોરોના મહામારી ભારતમાં પ્રવેશથી ત્યારથી ગુજરાત આ મહામારી સામે લડી રહ્યું છે. કોરોનાનો ગ્રાફ ગુજરાતમાં સતત અપડાઉન થતો રહે છે. બીજી લહેરમાં કોરોના પર માંડ કાબૂ મેળવ્યો, ત્યા મ્યુકોરમાઈકોસિસે દસ્તક આપી. હજી કોરોનાથી બીજી વેવ સામે ગુજરાત માંડ માંડ બેઠુ થઈ રહ્યુ છે, ત્યાં આ બીમારી લોકો માટે ઘાતક બની છે. ગુજરાત સરકાર હાલ બંને મોરચે લડી રહી છે. ત્યાં હવે ગુજરાત સરકારની વધુ એક કસોટી લેવાઈ રહી છે. તૌકતે વાવાઝોડુ (Cyclone Tauktae) હવે ગુજરાતને ધમરોળવા જઈ રહ્યું છે. આવામાં સરકાર માટે હાલ સૌથી મોટી ચેલેન્જ આ વાવાઝોડું બન્યુ છે. જે ગુજરાતના દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધીના 17 થી વધુ જિલ્લાઓને અસર કરશે. આમ, ગુજરાત સરકારની હાલ ત્રણ મોરચે અગ્નિપરીક્ષા છે. વાવાઝોડું, કોરોના અને મ્યુકોરમાઈકોસિસ...

વાવાઝોડાની મુવમેન્ટ પર સતત નજર રાખીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગોતરી (Cyclone Alert) વ્યવસ્થાઓ ગોઠવાઇ રહી છે. NDRFની ૨૪ ટીમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત ઝીરો’ કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે વાવાઝોડાના પરિણામે કોઇપણ મૃત્યુ ન થાય તે જોવા જિલ્લા તંત્રને સૂચના અપાઇ છે. ભારત સરકારે ફાળવેલી NDRFની ૨૪ ટીમ રાજ્યના દરિયાકિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ ૬ ટીમ કાર્યરત કરી દેવાઇ છે ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે. સાથે જ દરિયા કાંઠાના જિલ્લાઓની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ અને ICUના દર્દીઓ સુરક્ષીત રહે અને જરૂર જણાય નજીકના જિલ્લાની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થાઓ કરાશે. એડવાન્સ લાઇફ સર્પોટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિફ્ટ કરીને જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કેસ ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યાં છે. કોરોનાના કેસ હવે પાંચ ડિઝીટને બદલે ચાર ડિઝીટમાં સમાઈ રહ્યા છે. જે બતાવે છે કે, કોરોનાની બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. પરંતુ સંકટ હજી પૂરેપુરુ ટળ્યુ નથી. આવામાં મ્યુકોરિમાઈકોસિસનો કહેર ગુજરાતના મોટાભાગના શહેરોમાં છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં તેના કેસ વધી રહ્યાં છે. તો સામે ઈન્જેક્શનની અછતની બૂમો પડી રહી છે. સરકાર સામે જેમ કોરોનાના ઈન્જેક્શન પૂરા પાડવા મોટી ચેલેન્જ હતી, તેમ હવે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન અને દવાઓનું મેનેજમેન્ટ જરૂરી બની ગયું છે.

(12:16 pm IST)
  • મધ્યપ્રદેશમાં નવા કેસ કરતા ચાર હજારથી વધુ લોકો સાજા થયા : મધ્યપ્રદેશમાં ૭૫૭૧ નવા કેસ નોંધાયા, ૧૧૯૭૩ સાજા થયા અને ૨૪ કલાકમાં ૭૨ નવા મૃત્યુ થયા છે. access_time 12:41 am IST

  • અમદાવાદમાં સીબીઆઈનો સપાટો: સેન્ટ્રલ ડ્ગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે મેડિકલ ઓફિસર પરાગ ગૌતમ અને આર.મોહન સાડા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા: ઘરે દરોડા પાડી રપ લાખની રોકડ કબજે લીધી : સીડીએસસીઓ કચેરીનાં બે અધિકારી સીબીઆઈની ઝપટે ચડયા છે. એક ફાર્માસ્યુટિકલ કંપની પાસે લાંચ માગી હતી. બંને અધિકારીઓને ત્યાં સીબીઆઇએ દરોડા પાડી વધુ રૂ.૨પ લાખની રોકડ રકમ જપ્ત કરી છે. પરાગ ગૌતમ અને આર.મોહનની ધરપકડ પણ થઈ હોવાનું મંતવ્ય ચેનલ નોંધે છે. બંને સામે ગાંધીનગર ગુનો નોંધાયો છે. એક અધિકારીને ત્યાંથી ૧૪ લાખની રોકડ અને બીજા અધિકારીનાં ઘરેથી ૧૧ લાખની રોકડ રકમ મળી આવી છે. access_time 4:59 pm IST

  • પૂજ્ય ભાઈશ્રી માટે વિકૃત માનસિકતાવાળા તત્વો અફવા ફેલાવી હતી તે નિંદનીય છે. "ભાઇશ્રી"એ (રમેશભાઈ ઓઝાએ) ટ્વિટ કરી જાહેર કરેલી વિગતો..(વીનુ જોશી, જૂનાગઢ) access_time 12:03 pm IST