Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગુજરાતનો પ્રથમ કિસ્સો: બ્રેઇન ડેથ વ્યક્તિના ફેફસા દાન કરાયા: 7 લોકોને મળશે નવજીવન

ગ્રીન કોરીડોરની મદદથી હાર્ટ મુંબઇ ફોર્ટીસ હોસ્પિટલ અને ફેંફસા બેંગલોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલ મોકલાયા

 

સુરત: ગુજરાતમા સૌ પ્રથમવાર એક બ્રેનડેડ યુવાનના ફેંફસા દાન કરી પરિવારજનોએ માનવતા મહેકાવી છે. સુરતના  કીડની, લીવર, હાર્ટથી સાત લોકોને નવજીવન મળશે

  અંગે મળતી વિગતમ મુજબ સુરતના અડાજણ એલપીસવાણી રોડ પર રહેતા 42 વર્ષીય વ્રજેશ શાહ આઇ.ટી ટ્રેનિંગ એકેડમી ચલાવતા હતા. 12મી મેના રોજ તેમને બ્લડ પ્રેસર વધી જતા ખેંચ આવી ગઇ હતી. બાદમાં બેભાન થઇ ગયા હતા. સીટી સ્કેન કરાવતા વ્રજેશભાઇની મગજની નસ ફાટી જવાને કારણે લોહીનો ગઠ્ઠો જામી ગયુ હોવાનુ બહાર આવ્યુ હતુ. અને બાદમા તબીબે તેમને બ્રેઇન ડેથ જાહેર કર્યા હતા.

   વાતની જાણ ડોનેટ લાઇફના પ્રમુખ નિલેશ માંડવેવાલાને કરવામા આવી હતી. નિલેશભાઇએ પરિવારજનોની સંમતિથી બ્રેઇનડેડ એવા વ્રજેશભાઇના ફેંફસા, કિડની, લીવર, હાર્ટ ડોનેટ કરાવવા રાજી કરી લીધા હતા. ગુજરાતનો સૌ પ્રથમ એવો કિસ્સો હશે. જ્યા ફેંફસા ડોનેટ કરી કોઇને નવજીવન આપવામા આવશેવ્રજેશભાઇના અંગદાનથી સાત લોકોને નવજીવન મળશે

   તેમનુ હાર્ટ મુંબઇ ફોર્ટીસ હોસ્રિટલ અને ફેંફસા બેંગલોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલને કરવામા આવ્યુ છે. બમરોલીની યુનિક હોસ્પિટલથી ગ્રીન કોરીડોરની મદદથી હાર્ટ 90 મીનીટમા 269 કિમી નું અંતર કાપી મુંબઇ મોકલવામા આવ્યુ હતુ તો સાથોસાથ 195 મિનિટમાં 1293 કિમી નું અંતર કાપી બેંગ્લોર મોકલવામા આવ્યુ હતુ. ખરેખર મૃતક વ્રજેશના પરિવારજનોએ સમાજમા એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી માનવતા મહેકાવી છે .

(11:33 pm IST)