Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સુરતના કરંજમાં ચૂંટણી વેળાએ ભાજપ ધારાસભ્યે કહ્યું હતું મકાનની કાંકરી નહિ ખરવા દઉં: હવે બુલડોઝ ફેરવી દેવાયુ

દબાણ હટાવ કામગીરીના વિરોધમાં મહિલાઓએ ધારાસભ્યની ઓફિસનો કર્યો ઘેરાવ

સુરત: સુરતના કરંજ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરીના વિરોધમાં સ્થાનિક મહિલાઓએ ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની ઓફિસનો ઘેરવા કર્યો હતો.

  સુરતના વરાછાના કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની તેમના વિસ્તારમાં આવેલ ઓફિસ ખાતે આજે સ્થાનિક મહિલાઓનું ટોળું વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યું હતું. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી દરમિયાન ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ કહ્યું કે હું જ્યાં સુધી સત્તા પર છું ત્યાં સુધી તમારા મકાનની કાંકરી પણ નહીં ખરવા દઉં. પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું છે.

 એક મહિલાએ તો મીડિયા સમક્ષ ત્યાં સુધી કહ્યું કે વડાપ્રધાન મોદી બધાને ઘર આપવાની વાત કરે છે અને મોદીજીને અમે ભગવાન માન્યા હતા. પરંતુ આજે અમે ઘર વિનાના થઇ ગયા. અમે સ્કૂલમાં ભણતા બાળકોને લઇને ક્યાં જઇએ?

આ મામલે ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે ઘરવિહોણા લોકોને આવાસ યોજનાના મકાન આપવા અંગે રજુઆત કરીશું. રોડ બનાવવા માટે આ ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે.

(7:58 pm IST)