Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ખેડૂતોને પડ્યા પર પાટુ !:ખાતર કૌભાંડ બાદ હવે બિયારણ 'બી'ની બબાલ:માણસામાં લેબલ વગરનું બિયારણ ઝડપાયું

તિરુપતિ બીજ કંપનીના બે દિવસ પહેલા લેબલ વિનાનું બિયારણ મળ્યા બાદ ફરી રેડ કરતા નકલી બિયારણ મળ્યું

ગાંધીનગર:તાજેતરમાં ખાતરમાં ઓછા વજન મામલે રાજકારણ ગરમાયુ છે ત્યારે હવે બિયારણના બી ની બબાલથી ખેડૂતોને પડ્યા પર પાટુ લાગવા સમાન બને તો નાવી નહીં,ગાંધીનગર જિલ્લાના માણસા GIDCમાં આવેલી તિરુપતિ બીજ કંપનીમાં કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓને લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું હતું.

  બે દિવસ પહેલા પણ ગાંધીનગર જિલ્લાના ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જ્યાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે કંપની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના બે દિવસ બાદ ગુરુવારે પુનઃ રેડ કરતા લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું છે.

  રાજ્યમાં કૌભાંડો પર કૌભાંડ બહાર આવી રહ્યાં છે, ત્યારે હાલમાં જ ખાતર કૌભાંડને લઈને સમગ્ર રાજ્યમાં ખેડૂતોની સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના બનાવ સામે આવ્યાં હતાં. હવે માણસા GIDCમાં ગુરુવારે તિરુપતિ બીજ કંપનીમા કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી

  . આ અંગે મદદનીશ ખેતી નિયામક આર.કે પટેલે કહ્યું કે, કંપનીમાં બે દિવસ પહેલાં નકલી બિયારણને લઇને જિલ્લાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં નકલી બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ફરી એકવાર રેડ દરમિયાન બિયારણના પેકીંગ પર બેંચમાર્ક સહિતની વિગતો મળી નહોતી.

(7:12 pm IST)