Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

વડોદરામાં માટીની ગેરકાયદે પ્રવુતિનું પ્રમાણ વધ્યું: અધિકારીઓ દરોડા પાડવા જતા આગળ સંદેશો પાઠવવાનું કાર્ય શરૂ

વડોદરા:શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી રખડતા ઢોરોેને પકડવા નીકળે એટલે માલધારીઓ તેમનો પીછો કરતા એકબીજાને સંદેશા આપતા હોય છે તેવી જ પધ્ધતિ હવે  રેતી અથવા માટી માફિયા અપનાવી રહ્યા છે. કુબેરભવનમાં નીચે વાહનો લઇને રેતી અને માટીની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ ઉભી રહ્યા બાદ ખાણખનીજ વિભાગનો સ્ટાફ જ્યાં જાય તેમનો પીછો કરી આગળ સંદેશા મોકલે છે.

ઉલ્લેખનિય છે કે રેતી અને માટીનું ગેરકાયદે ખનન કરતાં તત્વોના  માણસો સવારથી જ કુબેરભવનની સામેના રોડ પાસે  ગોઠવાઇ જાય છે. રોડ પર પોતાના વાહનો આડેધડ મુકતા આ તત્વો સાથે અન્ય વાહનચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બને છે. ખાણખનીજ  ખાતામાં આંગળીના વેઢે ગણી શકાય તેટલો સ્ટાફ છે અને આ સ્ટાફની અવરજવર પર રેતી તેમજ માટી માફિયાઓ ચાતક નજરે વોચ રાખે છે. કુબેરભવનના સાતમા માળે આવેલી ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાંથી નીચે ઉતરી માઇનીંગ ઇન્સ્પેક્ટરો  સરકારી ગાડીમાં બેસીને જે-તે સ્થળે જવા રવાના થાય તેની સાથે જ કુબેરભવનની સામે બેસેલા માફિયાઓ આગળ મેસેજ મોકલી દેતા  હોય છે અથવા તેઓનો પીછો પણ કરે છે.

(5:42 pm IST)