Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક બદલાયું હોવાનો આક્ષેપ કરી તરછોડાયેલ બાળકીને પરિવારના સભ્યો 4 દિવસે પરત લેવા આવતા ચકચાર

 સુરત:નવી સિવિલ હોસ્પિટલના NICUમાં બાળક બદલાવવાના આક્ષેપ બાદ તરછોડાયેલી બાળકીને ચાર દિવસ પછી તેમના પરિવારજનો લેવા આવ્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના મહાદેવ નગરમાં રહેતા ગર્ભવતી નયના રાજેશ પટેલે ગત તા. 8 મીએ પાંડેસરાની હોસ્પિટલમાં નવજાત શિશુને જન્મ આપ્યા બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં નવજાતના માતા પિતાએ એવા આક્ષેપ કર્યા હતા કે બાળકને બદલે બાળકી હોવાનું કહ્યું હતું. જોકે બાળક બદલાવાના આક્ષેપને લીધે આખો મામલો પાંડેસરા પોલીસ મથકમાં પહોંચતા પોલીસે આવીને કાર્યવાહી શરૂ કર્યા બાદ ડીએનએની તપાસ માટે સેમ્પલ લીધા હતા.

(5:38 pm IST)