Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

આણંદના પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી ગઠિયા દોઢ લાખની મતા તફડાવી છુમંતર

આણંદ: શહેરના ઈન્દિરા ગાંધીના સ્ટેચ્યુ પાસે આવેલા જે. કે. આનંદ પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી બે કારોના કાચ તોડીને કોઈ ગઠિયાઓ ૧.૫૦ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ખાતે રહેતા સીએ મેહુલભાઈ નવનીતભાઈ શાહના ઉમરેઠ ખાતે રહેતા મામાના દીકરાનું લગ્ન હોય તેઓ પત્ની તથા બાળકો સાથે પોતાની આઈ ટ્વેન્ટી કાર લઈને આણંદ રહેવા આવ્યા હતા. ગત ૧૪મી તારીખના રોજ તેઓ ઉમરેઠ ગયા હતા અને ત્યાંથી જાનમાં આણંદના જે. કે. આનંદ પાર્ટી પ્લોટ ખાતે આવ્યા હતા. તેઓએ પોતાની કાર સિધ્ધી વિનાયક મંદિરની પાસે આવેલા માનસી બંગલા નજીક પાર્ક કરીને પરિવાર સાથે પાર્ટી પ્લોટમાં ગયા હતા. 

(5:37 pm IST)