Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાલુ સિમ વિસ્તારમાં છાપો મારી ડમ્પરના ગુપ્તખાનામાં છુપાવેલ 3.91 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ખેડા:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સુરાશામળ તાબે કુનો કુવો લાલુ સીમ વિસ્તારમાં છાપો મારીને ડમ્પરના ગુપ્ત ખાનામાં લવાયેલો ૩.૯૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા શખ્સો ફરાર થઈ ગયા હતા. 

આ અંગે ચકલાસી પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર એલસીબી પોલીસને હકીકત મળી હતી કે, સુરાશામળની લાલુ સીમમાં વિદેશી દારૂનુ ંકટીંગ થઈ રહ્યુ ંછે. જેથી પોલીસે છાપો મારતાં સ્થળ પર હાજર શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી. એક શખ્સ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. જ્યારે બીજા શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી એક ટાટા કંપનીનું ડમ્પર નંબર જીજે-૦૬, વાયવાય-૪૯૪૪નુ ંજપ્ત કરીને તપાસ કરતાં પાછળના ભાગે રેતી ભરેલી હતી. તેને હટાવીને જોતાં એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતુ. જેમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો સંતાડ્યો હોવાનું ખુલવા પામ્યું હતુ. 

(5:36 pm IST)
  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST

  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • રાજકોટમાં અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયો!: ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમ ઉઘરાવી જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ આરોપી સકંજામાં access_time 11:22 am IST