Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

વસોમાં નજીવી બાબતે જૂથ અથડામણ:સામસામે હુમલામાં બે ઈજાગ્રસ્ત

વસો:શહેરમાં સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે થયેલ ઝઘડામાં ભારે દંગલ મચ્યું હતું. જેને લઈ નાસભાગ મચી હતી. વસો પોલીસમાં છ જણાં સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામે પક્ષે ત્રણ સામે મારામારીની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. 

આ અંગે મળતી માહિતી મુજબ વસોમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં એક બાળકી રસ્તો ક્રોસ કરી રહી હતી તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે મોટરસાઈકલ લઈ જતાં જીતુભાઈ જયંતિભાઈ દાતણીયાએ અચાનક બ્રેક મારતાં અકસ્માત થવાથી બચી ગયો હતો. આ બાબતને લઈ ઈન્દિરાનગરીમાં રહેતાં કાન્તીભાઈ શંકરભાઈ વણકરે બેદરકારીપૂર્વક બાઈક ચલાવતાં જીતુભાઈને ઠપકો આપી બાઈક શાંતિથી ચલાવવા માટે જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ગયેલા જીતુભાઈ જયંતિભાઈ દાતણીયા અને તેમની સાથે આવેલ અમથુભાઈ કલ્યાણભાઈ દાતણીયા, મુન્નાભાઈ અમથુભાઈ દાતણીયા, ભોપો અમથુભાઈ દાતણીયા તેમજ અન્ય બે ઈસમોએ કાન્તીભાઈ વણકરને જાતિવાચક અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. આ બનાવ અંગે કુલ છ વ્યક્તિઓ સામે આઈપીસી કલમ ૧૪૩,૩૨૩,૫૦૪ તેમજ અનુસૂચિત જાતિ અને અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનિયમ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫)(એ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:33 pm IST)