Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સુરતમાં ફાયર સેફ્ટી વિભાગ દ્વારા સાતેય ઝોનમાં સપાટો 16 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષની 1200 જેટલી દુકાનો સીલ

ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા

સુરતમાં ફાયર સેફટી અંગે વારંવારની નોટીસ છતાં પણ શોપિંગ સેન્ટરો અને શોપિંગ મોલમાં ફાયર સેફટી સીસ્ટમ ઉભી નહીં કરનારાઓ સામે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે

 . શહેરના સાત ઝોનમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જેમાં સાતેય ઝોનમાં અળગ અલગ ટીમ બનાવી 16 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે.  

સુરતમાં ટ્યુશન કલાસીસ અને અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગે ફાયર સેફટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરના 100 જેટલા કોમર્શિયલ કોમ્લેક્ષને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમની સુવિધા ન હોવાનું ધ્યાને આવતા પહેલાં નોટીસ ફટકારી ફાયરની સુવિધા ઉભી કરવા જણાવવામાં આવ્યું હતું.

(2:44 pm IST)