Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મહેસાણા-ભાંડુ હાઇવે પર વોટરપાર્કમાં નહાવા જતા અમદાવાદના છ મિત્રોની ગાડીનું ટાયર ફાટતા અકસ્માતમાં એક યુવાનનું મોત

વિસનગરઃ અમદાવાદથી અર્ટીગા ગાડી લઇને મહેસાણા-ભાન્ડુ હાઇવે ઉપર આવેલા વોટરપાર્કમાં ન્હાવા જતાં છ મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં ભાન્ડુ હાઇવે ઉપર ગાડીનું ટાયર ફાટતાં ગાડી પલ્ટી ખાઇ હતી જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે ૫ને ઇજા થતાં સારવાર અર્થે ખસેડ્યા છે.

  આ અંગેની વિગત મુજબ અમદાવાદના ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા રાજકૃષ્ણ પરેશભાઇ યોગી સહિતના મિત્રો  શ્વેતાંગ પટેલ સાથે તેની અર્ટીગા ગાડી (જી.જે.૦૨.આર.ઝેડ.૧૨૪૩) લઇ મહેસાણા-ભાન્ડુ હાઇવે ઉપર આવેલા વોટરપાર્કમાં ન્હાવા નીકળ્યા હતા. જ્યાં પુરઝડપે જઇ રહેલ અર્ટીગા ગાડીનું ટાયર ભાન્ડુ નજીક ફાટતાં પલટી ગઇ હતી.

  ગાડીમાં બેઠેલા છ યુવકોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે મહેસાણા ખસેડ્યા હતા. જ્યારે અમદાવાદ ખાતે બુધવારે પટેલ ચિરાગકુમાર દ્વારકાદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એકની હાલત હજુ પણ ગંભીર છે. આ અંગે રાજકૃષ્ણભાઇએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગાડીના ચાલક શ્વેતાંગ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:15 pm IST)